________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
સંઘ નારાજ હોવા છતાં ચાર પાંચ માણસે પોતાના નાના ટેળા એટલે બીજા ત્રણચાર માણસને લઈ લાકડીઓ સહીત લોંકાગ૭ ઉપાશ્રયે આવવા રવાના થયા. ગંડલમાં પણ આ વાત પવનવેગે ફરી વળી હતી. લંકાગચ્છના શ્રાવક ઉપાશ્રયે ભેગા થઈ ગયા હતા અને સની સ્થીતિ નિશ્ચયકારક નહોતી થઈ. પરિણામથી સે ચિંતાતુર થએલા દેખાતા હતા. ભયનું સામ્રાજ્ય શ્રાવકોમાં વ્યાપી ગયું હતું. આધ્યાત્મિક મૃત્યુ તો તેઓએ કરી નાખ્યું હતું
જ્યારે ઉપાશ્રય નજીક તે વિરોધી વ્યક્તિઓ આવી રહી છે તેમ જાણે શ્રાવક પૂજ્યશ્રી આગળ આવી ભયની સ્થીતિ સમજાવી રહ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે અરે ભાઈએ અમારે તો વળી ભય કેવો. ભય
સ્ત મનેદશા તે તમને સેંપી. ભય તેને જ હોય કે જે મૃત્યુને જીવનના અંત સમજતા હોય અથવા મૃત્યુ પછીના જીવનને ભય અને આપદાનું સ્થાન માનતા હોય તેમને મરણનો ભય કંપાવે બાકી જેણે જીનવાણીનું ખરેખર સત્વ આત્મજ્ઞાનથી મેળવ્યું છે તેમને જીવન અને મરણ એ બેમાં કશે ફેર જણાતું નથી. જીવવાની આશા અને મરવાને ભય એ બન્નેને નાશ કરી વિચારવામાં જ અમારા સંયમની કસોટી છે. આવી રીતે પ્રેરક
: ૧૩૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com