________________
અન્યત્ર વિહાર.
શ્રીને મળવા જુનાગઢ સંઘને ટાઈમ કહેવડાવ્યું જે ટાઈમ જણાવ્યે હતું તે ટાઈમે દિવાન સાહેબ એક ગામને રૂકો લખી સાથે લઈ પૂજ્યશ્રીને ભેટ ધરવા ઉપાશ્રયે આવવા રવાના થયા.
તે વખતમાં સંઘના અગ્રેસર ઉપાશ્રયમાં બેઠા હતા. ઉપાશ્રયના પ્રવેશ દ્વારથી દિવાન સાહેબ દાખલ થયા તેજ વખતે પૂજ્યશ્રી ઉપાશ્રયના બીજા દ્વારથી જગલ જવાના બહાને બહાર નીકળી ગયા. દિવાન સાહેબ આવ્યા અને પૂજ્યશ્રી બહાર ગયા એમ સાંભળી દિવાન સાહેબ જરા હસ્યા. અને સંઘના અગ્રેસરને કહ્યું કે અમારા જેવા પામોને એ મહાત્માના દર્શન ક્યાંથી થાય ટુંક સમય પૂજ્યશ્રીની રાહ જોઈ પૂજ્યશ્રી ને આવ્યા ત્યારે દિવાન સાહેબ ચાલ્યા ગયા. દિવાન સાહેબના ગયા પછી પૂજ્યશ્રી તરતજ આવ્યા. થોડા દિવસના જવા પછી કોઈને ખબર આપ્યા વગર અચાનક દિવાન સાહેબ પૂજ્યશ્રી આગળ આવ્યા નમન કરી ચરણમાં એક ગામનો રૂકો મુક. પૂજ્યશ્રીએ ગામ લેવાની ના પાડી. અમને એ ગામનો ભાર સહન ન થાય કારણ કે ગામને ભાર અમને કર્તવ્યથી વિમુખ બનાવનારો છે. પૂજ્યશ્રીને જવાબ સાંભળી દિવાન સાહેબે વિચાર કર્યો કે મહારાજશ્રીને એક ગામ
= ૧૨૩ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com