________________
સાદડીમાં તોફાન.
બીજા પક્ષની નીંદા કરે, આશ્ચર્ય થાય છે કે આત્મ કલ્યાણને માટે રાગ દવેષને નાશ કરવા વિશ્વ ઉપકારને અથે દીક્ષાને ધારણ કરી છે તેમા સંસારી કરતા વધારે ઈર્ષા વધારે મમત્વ, વધારે પક્ષાપક્ષી, અને ખેંચી ખેંચી કઈ સમૃદ્ધિ માટે, કયા રાજપાટ માટે જ્યાં સુધી સાધુ સમાજમાંથી વૈમનસ્ય નીકળ્યું નથી ત્યાં સુધી ગૃહસ્થ વર્ગમાંથી નીકળવાનું નથી. એ દીવસ વહેલે આવે કે ભગવાન મહાવીરને વેષ પહેરી વિચરનારા દીક્ષીત એક સ્થાનકે ભેગા થઈ શાસનના અસ્પૃદય માટે વિચાર કરી વિશ્વના જેને એક છત્ર નીચે લાવવા કોશીશ કરે.
વાંચક! અત્યારે તે જયાં વૈમનશ્યનું એક છત્ર હતું ત્યાં એક્યતાના અભાવે સાદડીમાં તોફાનની શરૂઆત અને વરસાદની જેમ પથ્થરે વરસવા લાગ્યા ગામના હાકેમને પથ્થર જરા લાગતા તેઓ પોતાના રહેઠાણમાં જઈ પોલીસને હુકમ કર્યો જલદી જાઓ અને તોફાન કરનારાઓને અટકાવે અને અટકાવવા માટે જે પ્રયાસ થાય તે કરે. પોલીસે હુકમ સાંભળી તરતજ જ્યાં તેફાન હતું ત્યાં આવી ખાલી અવાજ કર્યા તે અવાજ સાંભળી મામલે શાંત પડવા લાગ્યું. તેફાની માણસે વીખરાયા કાગચ્છ
: ૧૦૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com