________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
મળતા શીરોહી શ્રી સંઘે પૂજ્યશ્રીના સામૈયામાં તેફાન ન થાય તેને બંદોબસ્ત રહે તેને માટે અરજી પણ કરી. હાકેમ તરફથી બંદોબસ્ત પણ રખાયે. સાદડી શ્રી સંઘના અતુલ ઉત્સાહથી પ્રચંડ માનવપુર સાથે પૂજ્યશ્રીનું ગાજતે વાજતે ભવ્ય સામૈયું થયું. ગામના પ્રતિષ્ઠીત માણસ હાકેમ વગેરે અમલદાર વર્ગ પણ હતા. નગરમાં પ્રવેશ કરતાંજ પૂજ્યશ્રીએ શિષ્યોને કહ્યું કે નગર પ્રવેશ એગ્ય નથી માટે તે અનિષ્ટનું સૂચન કરે છે એવી આગાહી કરી. શ્રાવકના સમુદાય સાથે પૂજ્યશ્રીની પાલખી સાદડીના મધ્ય ભાગે આવી કે જ્યાં દેરાસર છે ત્યાં સામયું આવતા શરૂઆતમા વીરોધી મનુષ્યએ વાજા ફાડી નાખ્યા. તરતજ કંઈજ ન બોલતા શ્રાવકો ફરી વાજા લાવ્યા તે પણ વિરોધીઓ તરફથી ફેડવામાં આવ્યા. અને પહેલેથી ગોઠવણ કરી હતી તે પ્રમાણે દેરાસરની
ડેના આજુબાજુના મકાનોમાંથી પથ્થરે પડવા લાગ્યા. શાંત વાતાવરણ તોફાનમાં ફેરવાઈ ગયું બંને પક્ષોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું પુજ્યશ્રીની પાલખી ત્યાંજ ઉભી રહી. રજપુતો પિતાની ઢાલથી પાલખી ઉપર આવતા પથ્થરે રેકવા લાગ્યા. એક મીનીટમાં તે મોટું રમખાણ શરૂ થયું.
*: ૧૦૨ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com