________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
આવ્યા. થોડા કાળ ત્યાં પણ વીતાવી માસુ નજીક આવતા જુનાગઢથી વેરાવલ, વંદાવી સંવત ૧૯૩૨ નું ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યા. પરદેશથી કમાઈ સુખ પુર્વક જીવન ગાળતા ત્યાંના અગ્રેસરોએ પુજ્યશ્રીની બહુ સારી સેવા કરી. ત્યાંથી પણ શ્રી સંઘની રજા લઈ ટુંક મુદતમાં કાઠીયાવાડમાં રહી ગએલા ક્ષેત્રમાં ફરી સંવત ૧૯૯૩ નું ચાતુર્માસ કરવા વડોદરા શ્રી સંઘની વિનંતીથી ત્યાં પધાયો. ચાતુર્માસ પુર્ણ કરી મારવાડ તરફ જવાને માટે કે જ્યાં ઘણા વખતથી ક્ષેત્ર ખાલી છે તેમાં પણ પાલનપુર શ્રી સંઘની વિનંતી ચાતુર્માસ માટેની આવેલ હતી. જેથી પુજ્યશ્રીએ વડોદરાથી પાલનપુર તરફ વિહાર કર્યો. વચમાં આવતા ગામમાં શેષાકાળ વીતાવી ચાતુમસના ટાઈમમાં પૂજ્યશ્રી સંવત ૧૯૩૪ નું ચાતુમસ કરવા પાલનપુર આવ્યા. ત્યાંના અગ્રેસરે કે જેઓ ઘણે ભાગે ઝવેરાતને જ વેપાર કરે છે તેઓએ ઘણું જ લાગણીથી પુયશ્રીને ચાતુબર્માસ કરાવ્યું. ચાતુર્માસ પુર્ણ થયે ત્યાંથી વિહાર કરી પુજ્ય શ્રી મારવાડના સંસ્કાર વિહીન પ્રદેશમાં ભમતા સત્યનો ઉપદેશ આપતા ધાર્મિક તત્વજ્ઞાન શીખવતા સાદાઈના મહાન મંત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com