________________
કર્માંના ક્ષેત્રમાં આત્મસિદ્ધિ પછવાડે અર્નિશ ધ્યાનસ્થ સ્થીતિમાં રાત્રીના ઉજાગરા કરી સિદ્ધિને સાધ્ય બનાવતા. તેઓશ્રીનાં અપૂર્વ જીવનથી જૈન સમાજ પૂર્ણ પરિચીત છે.
તેઓશ્રીના આત્માને સંપૂર્ણ પણે એળખવાની આપણામાં શક્તિ નથી. તેમના તપની સામે ઉભા રહેવાની આપણામાં પવિત્રતા નથી. તેમના ધ્યાનની આપણને પરવા નથી. ગામડે ગામડે વિહાર કરી આત્મ ગૈારવ વધારી ધર્મનું સ્વરૂપ જનતાને સમજાવવા અને તેની અંદરથી અજ્ઞાનતા, જડતા, અંધશ્રદ્ધા, સ’કુચિતતા વિગેરેના નાશ કરવામાં કાયરતાને હઠાવી શૂરાતન પ્રગટાવવામાં પૂજ્ય ગુરુદેવે બાકી રાખી નથી. એ મહાત્માના જીવન પ્રસંગો જનતા સમક્ષ પ્રકાશ કરવા માટે મને શુભ ઘડી પ્રાપ્ત થઇ છે, તે મારા ખાલ્ય આત્મા માટે મહુદ્ ભાગ્યની પળ છે અને જીંદગીનુ પરમ કર્તવ્ય છે, એમ માનુ છું.
ચરિત્રની સત્ય હકીકત મેળવવા મેં જાતે પ્રયાસ કરી ગુરુવર્ય પૂજ્યશ્રી સ્વરૂપચંદ્રજી આગળથી સાંભળી કેટલુંક ટાંચન કરી તેના ઉપરથી અને બીજી રામજી દેવજી મડીઆ ખગસરાવાળાએ પ્રસિદ્ધ કરેલા જીવન ચરિત્રમાંથી સત્ય હકિકતા મેળવી સત્ય ઇતિહાસના આધારે મે તૈયાર કરેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com