________________
મુંબઇમાં પ્રવચન.
ભિન્ન દશા પણ તે ગરૂડમવાદીએના પ્રતાપથી જ થઇ છે. પેાતાનું વચન કાઇ ન માને એટલે ગમે તે પ્રકારે તેને ઉતારી પાડી જનત! સમક્ષ તેને ખુલ્લા કરવા ઉપરાંત તેની અનેક પ્રકારે ટીકા કરી હલકું ચીતરતા વાર ન લગાડે. બીજી તરફ પેાતાની સચ્ચાઇના ડંકા વગાડવા તે ગરૂડમવાદીએ પાનાએના પાના ભરી છપાવે. પરીણામે જૈન ધર્મને પાળનારા અનેક કુટુંબે ગડમવાદીએના પ્રતાપે અન્ય ધર્મમાં ચાલ્યા ગયા છે. અને તેનેજ અંગે જૈન સમાજના સામાન્યવર્ગ પણ દીક્ષીતના નામથી ભડકી રહ્યો છે. વાડાઓની મજબુતાઇ અને તે મજબુતાઇને અંગે અંદર અંદરના કલેશેાની હાળી સળગાવવા રૂપ નિમિત્ત પણ તે ગરૂડમવાદીએ જ છે. અને તેના પ્રતાપે ધર્મગુરૂઓની ભક્તિ તેના અંદર રહેલી પુજ્યભાવના પણ ગરૂડમવાદીઓની નાદીરશાહીથી જ એછી થઇ છે. અને તેથી જ સમાજનું અધ:પતન ચાલુ રહ્યું છે. વાંચક ! મુંબઈ નગરીમાં તે ગરૂડમવાદથી ભિન્ન જેનું માનસ છે તેવા પુજ્યશ્રી આવ્યા અને તેથી જ તેમના સામેયામાં એકયતાના દર્શન થતા હતા, અને ત્યારપછી અનુક્રમે પુજ્યશ્રીને મુંબઇના પુરાણા ઉપાશ્રયમાં લાવ્યા. અગણીત સંખ્યામાં નર નારીએ ભેગા
•: ૭૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com