________________
મહાપુરુષોના જીવન એકાંતે આપણું જીવનને ઘડવા બહુ મહત્વનો ભાગ ભજવે છે. તે જીવન ચરિત્રથી સત્યાસત્યને નિર્ણય થાય છે. આ સિવાય ચરિત્રો પ્રકાશ કરવાને બીજે હેતુ હતો જ નથી. જીવન ઇતિહાસ લખવાની પ્રથા બહુ પ્રાચીન છે, સમય બદલાતા તેનું સ્વરૂપ બદલાય છે. પહેલાના ઈતિહાસ તાડપત્ર ઉપર લખાતા. જ્યારે કાગબેની ઉત્પત્તિ થઈ ત્યારે તેના પાના ઉપર લખાવા માંડ્યા અને સમય ફરતા પુસ્તકરૂપે પ્રગટ થવા લાગ્યા. લગભગ દરેક દર્શનમાં ચરિત્ર પ્રકાશ કરવાની પ્રથા છે. જેન ધર્મમાં તો કથાનુયેગ, ચરિતાનુયેગને આખે વર્ગ જ જુદો છે. વેદાંત વિગેરેમાં પણ અનેક ચરિત્રોથી ભરેલા ગ્રંથો છે. જીવન ચરિત્ર એટલે એક મહાન વિભૂતિના જીવનમાં બનેલા બનાવે અને તેને સંગ્રહ. જીવન ઇતિહાસે તેના જ લખાય કે જેઓએ આત્મવિકાસ કરવા જીવન સમર્પણ કર્યું હોય. વિશ્વવ્યાપિ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતાર્યા હોય તે જ મહાપુરુષોના આદર્શ રૂપ જીવન ચરિત્રો લખાઈ દુનિયામાં પ્રકાશ થાય છે. જેઓ દુનિયામાં સ્વાર્થી હોય. જીવન કલહમાં જીવન–સમર્પિત કર્યું હોય. ક્ષણિક માજશેખ પાછળ આત્મશક્તિનું લીલામ કરનારા હોય. વિષ પાછળ ભટકી ગુલામી મનોદશાનું સર્જન કરતા હોય. યંત્રવત કમાણી કરી કુટુંબ બંધનમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com