________________
૪૩
તથા તે જ પાને ૧૮ મા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ છે કે"उत्सूत्रप्ररूपको महाव्रतपालनादिक्रियासहिता निह्नवादयः उत्कपतो नवमवेयकं यावद्यान्ति, तेन महाव्रतपालनादिवतां तजन्य शुभफलं भवतु, परं तेषां कर्मणा लघुकता गुरुकતા સર્વવિતિ | ૨૮”
જે પ્રશ્નને પિતે સિદ્ધાન્તના અક્ષરોથી ઉત્તર આપવા અશકત હોય તે વખતે પિતાને શાસનના લેખાવવામાં ગોરવ ધરાવતા આચાર્યશ્રીએ, ( ઉપરના પ્રશ્નોત્તરોમાં શ્રી સેનસૂરિજી મહારાજે જેમ-એક પાસત્વે આદિ કે ઘણે અનાચારી છે, પરંતુ શુદ્ધપ્રરૂપક સમ્યગદષ્ટિ છે અને બીજે તપ વગેરે પુષ્કળ ક્રિયાવાળે છે, પરંતુ ઉસૂત્રપ્રરૂપક છે તે બંનેમાં કર્મથી ભારે અને હળવે કોણ ગણાય? એ પ્રશ્નના ઉત્તરમાં-“એ બંનેમાં કર્મથી કેણ ભારે અને કોણ હળવે? તે સંબંધી સર્વથા નિર્ણય તે સર્વજ્ઞ ભગવંત જાણે.” એ મુજબ સમાધાન આપેલ છે તેમ) “સમ્યગદષ્ટિ પહેલો મોક્ષે જાય કે માર્ગાનુસારી ?' એ પ્રકારના આ પ્રશ્નના ઉત્તરમાં પણ “સર્વજ્ઞ ભગવંત જાણે.” એમજ જણાવવું રહે છે, તે ચૂકીને પિતાને ઉઠે તે ક૯૫ના મુજબ જવાબ આપી દેવામાં મથાળે જણાવ્યા મુજબ જે વાત નિર્વિવાદ નથી તે વાતને મનસ્વીપણેજ નિર્વિવાદ કહી દેવાના દેષના ભાગી બનવું પડે છે.
૨તે સમાધાનમાં તે વાકય પછીનું “સમકિત સિવાય માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ તે કલ્યાણમાગને સાધી શકતા નથી.” એ વાકય જણાવેલ છે તે, સમ્યકત્વ અને ચારિત્રને પણ પ્રાપ્ત કરાવી આપવાનું સામર્થ્ય ધરાવનારા તે માર્ગાનુસારી ગુણને એ રીતે સ્વામતિથી અસાર જણાવેલ હોવાથી અજ્ઞાન વિલસિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com