________________
૧૪૫
કાંઈ જ ન થયું! એ વાત માને કેણુ? આથી જ કલ્યાણ માસિકમાં અગ્નિને જડ કહેનાર આ સૂરિજી સિવાય તેવી તરંગી વાત કરે પણ કોણ? આ દરેક વસ્તુ વિચારતાં આચાર્યશ્રીએ પ્રસ્તુત સમાધાનમાં જે
–શ્રી વીરવિભુ તથા વાલીમુનિ સંબંધીના તે બંને પ્રસંગમાં જમીન આસમાનને ફરક છે એ પ્રમાણે જણાવેલ છે તેમાં આચાર્યશ્રીની–કયાં વીરવિભુ અને કયાં વાલી મુનિ એટલે કે કયાં મેરુ અને કયાં સરસવ ? એવી તે બંને અસમાન્તર વિભૂતિના તે કાર્યો સ દૃશ હોય તેટલા માત્રથી શ્રી વીરવિભુની હરોળમાં શ્રી વાલી મુનિને કદી લેખી શકાય નહિ એ પ્રકારની એક જ ગણત્રી હોવાનું કલ્પી શકાય છે. આથી પ્રભુના જન્માભિષેક વખતે ચોથા ગુણસ્થાનકે વર્તાતા પ્રભુ કરતા અપ્રમત જેવા ચઢીયાતા ગુણસ્થાનકે વર્તતા શ્રી વાલમુનિને કલ્પિત રીતે જ ગુણહીન લેખાવેલ ગણાય. આ કલ્પનાને સિદ્ધાંત તરીકે લેખાવવા સારૂ તે સમાધાનમાં આગળ વધતાં આચાર્યશ્રીએ–ીંકી તીન જ્ઞાન સંયુક્ત પ્રભુને સીફ ઈન્દ્રકી શંકાને દૂર કરને કે લીયે અસા કીયાથા. એ પ્રમાણે જણાવીને વાલીમુનિ કરતાં પ્રભુની વિશિછતા લેખાવવામાં પ્રભુના અવધિજ્ઞાનને આગળ કર્યું છે, પરંતુ તેમાં તે આચાર્યશ્રીની મેટી ભૂલ છે. કારણ કે-“તે પ્રસંગે જેમ પ્રભુને ત્રણ જ્ઞાન છે તેમ શ્રી વાલમુનિને પણ ત્રણ જ્ઞાન છે. અને તેથી પ્રભુએ જેમ અવધિજ્ઞાનથી ઈન્દ્રની શંકા જાણું તેમ શ્રી વાલમુનિએ પણ અવધિજ્ઞાનથી જ રાવણને તે ઉધમાત જાણેલ છે. અરે! તે વખતે પ્રભુજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com