________________
૧૩૦
કયું પુણ્ય લેવું ? પર્વ ઉદ્ધવનુભૂતિઃ સાપુમારનેરાન્ લલિતવિસ્તરા પૃ. ૫૦” એ શકાનું પણ આચાર્યશ્રીએ લલિતવિસ્તરા ગ્રંથમાંને તે પાઠ વગેરે જોયા વિના જ જે સમગ્રપુણ્ય તરીકે તીર્થકર નામકર્મ લેવું.” એ પ્રમાણે સમાધાન જણાવી દીધું છે તે પણ મનસ્વી છે. “મપુથસંમત” એટલે પુણ્યને સમૂહ=પુણ્યકર્મની સઘળી પ્રકૃતિઓ (ને વિપાકેદય)” એ પ્રમાણે જણાવવાને બદલે સમાધાનમાં તીર્થકરનામકર્મરૂપ એક જ પુણ્યપ્રકૃતિ જણાવી છે, તે અસત્ય હોવા સાથે તીર્થકર દેવની આશાતના સ્વરૂપ પણ ગણાય. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત અષ્ટક પ્રકરણ ગ્રંથના ૩૧ મા અષ્ટકના રિચપુરાવા એ પાંચમા શ્લોકની ટીકામાં તે “પુણ્યસંભાર શબ્દને – પુષ્યસન્મા તીર્થનામાદિશુમાં' એ પ્રમાણે સ્પષ્ટ અર્થ જણાવેલ હોવા છતાં આચાર્યશ્રીએ આ સમાધાનમાં એકલું તીર્થંકરનામકર્મ જણાવેલ છે તે મનસ્વીપણાની હદ લેખવી રહે. પ્રશ્નકારે શ્રી લલિતવિસ્તરામાંનો જણાવેલ તે પાઠ પણ અશુદ્ધ છે અને પૃ. ૫૦ તરીકે જણાવેલું સ્થળ પણ છેટું છે. તે પાઠ શ્રી લલિતવિસ્તરામાં ૩નારદ્ધચનમૂતે સમગ્રપુરમામ્' એ પ્રમાણે છે અને તે પાઠના સ્થળનું પૃષ્ઠ ૫૦ નહિ પરંતુ ૨૧ છે. આચાર્યશ્રીએ આ બધું જોઈને પછી સમાધાન આપવાનું રાખવાને બદલે આ રીતે શાસ્ત્રની આવી ગંભીર અર્થેવાળી હકીકતોથી વિપરીત જતી મનસ્વી વાતોથી સમાધાન આપવાનું રાખેલ છે તે પદ્ધતિ સ્વપરને ભારે હાનિકારક ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com