________________
૧૧૮
(૫) શ્રી શત્રુંજય માહાતમ્યના આઠમા સર્ગમાં "स्वामो ततश्च सुस्नातो, दिव्याभरणवस्त्रभत ॥ सपूज्य गृहવૈચારત-ર્જિવાન શ્રીમતા , એ પાઠથી શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવેલ છે કે “ગૃહસ્થપણે તીર્થકર ભગવંતે ગ્રહત્યમાંના અરિહંત ભગવંતેની પ્રતિમાની પૂજા કરી છે” આમ છતાં આ સમાધાનમાં આચાર્યશ્રીએ “તેઓ અરિહંતની મૂર્તિને પૂજતા નથી એમ જણાવ્યું છે તે મનસ્વીપણાને આભારી છે,
(૬) અરિહંતદેવ રૂપી છે અને સિદ્ધ અરૂપી છે. રૂપી એવા અરિહંતને પણ તેઓની મૂર્તિદ્વારા અરૂપી-સિદ્ધપણે જ આરાધવાના હોવાથી વિચરતા અરિહંતદેવના આયુષ્યના ચરમસમયની સિદ્ધ થવાના સમયની સ્થિતિને આરોપ કરીને અરિહંતની મૂર્તિ બનાવવામાં અને માનવામાં આવેલ છે. અરિહંત તીર્થકર ભગવંતે, “પર્થક અને કાર્યોત્સર્ગ ” એ બે આસને સિદ્ધ થાય છે. જ્યારે સામાન્ય કેવલી અરિહંત ભગવંતે માટે તે નિયમ નથી. તેઓ તે તે બે આસન ઉપરાંત કુજ-કુર્કટ વગેરે અનેક આસને સિદ્ધ થાય છે. આથી પયક અને કાર્યોત્સર્ગ એ બે જ આસનના આકારવાળી બનતી તીર્થકરની મૂર્તિ દ્વારા જેમ ત્રણેય કાલના તીર્થકરેનું આરોપ કર્યા વિના જ આરાધના થાય છે તેમ ( સામાન્ય કેવલી ભગવંતે તો અનેક આસને સિદ્ધ થતા હોવા છતાંય) તે સિદ્ધ ભગવંતની પણ મૂર્તિ તે તીર્થકર ભગવંતની મૂર્તિવાળા બે આકારનીજ બનતી હોવાથી સિદ્ધની મૂતિઓમાં કુર્કટ અને કુwાદિ આસન સિદ્ધિને આરેપ કર્યા વિના સિદ્ધની મૂર્તિ દ્વારા ત્રણેય કાલના સર્વ સિદ્ધોનું આરાધન થઈ શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com