________________
૧૦૦
પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓને પણ ત્યજી દે, તેવું આ મનસ્વી નિરૂપણ કર્યું છે, ગભીર ઉસૂત્રરૂપ ગણાય.
(દદ) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૬૦૮ ક. ૨, મહેન્દ્રકુમાર એસ. ઝવેરીની-“આપે રચેલ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં “પ્રભુ પાર્શ્વજી વસાવ, તારા શુદ્ધ ચિત્તમાં ” આ જે પંક્તિ છે તેમાં ચિત્ત શબ્દનું બહુવચન મૂકયું છે તે શું બરાબર છે? એ શંકાના સમાધાનમાં આચાર્યશ્રીએ જે-“ચિત્ત શબ્દનું બહુવચન મૂકયું છે તે બરાબર છે. કેમકે દ્વવ્યાર્થિકનયથી ચિત્ત એક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ચિત્ત અનેક છે. એક જ ચિત્ત માનનાર ચાર ધ્યાન નહિ માની શકે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિના નારક, અનુત્તરદેવ અને કેવલદુદુભિ આદિ બનાવો પણું એકસરખા ચિત્તમાં ન બની શકે. આવી બે દુ ચાર જેવી સીધી વાત છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પોતાની બે ટુ ચાર જેવી સીધી ભૂલને પોતે યેનકેનાપિ શાસ્ત્રાનુસારી ગણાવીને પણ નહિંજ ફેરવવાની હઠાગ્રહબુદ્ધિને આભારી છે. દ્રવ્યાર્થિકનયથી જે ચિત્ત શુદ્ધ હોય તે ચિત્ત પર્યાયાર્થિકનયથી તેવું શુદ્ધ ગણાતું નહિ હોવાથી અને કવચિત્ અશુદ્ધ પણ ગણાતું હોવાથી પર્યાયાર્થિકનયની અપેક્ષાએ “ ચિત્ત અનેક છે” એમ અભણ જ કહી શકે.
સ્તવનની તે કડી દ્વારા આચાર્યશ્રીએ, પાર્શ્વનાથપ્રભુને શુિદ્ધ ચિત્તમાં વસાવવાનું કહેલ છે તે શુદ્ધ ચિત્ત, પર્યાયાર્થિકનયે તે અશુદ્ધ પણ બની જતું હોવાથી તે નયથી બચાવ કરવા સારૂ “ચિત્ત અનેક છે ” એમ કહેવામાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com