________________
પ્યારા ગુરૂદેવ
આચાર્ય શ્રી જીનહિંસુરીશ્વરજી મહારાજ મારા પરમ પ્યારા ગુરૂદેવ હતા.
હું એક સામાન્ય જૈનેતર, બાળક ધર્મના સંસ્કાર અને ગુરૂદેવની ચરણ સેવાથી કેવી રીતે જિનેશ્વરદેવને રાગી અને ગુરૂભક્ત બને તે એક જાણવા જેવી કહાણી છે. | મારો જન્મ જૈનેતર જાટ (પાટીદાર) કુળમાં લગભગ ૧૯૪૧ માં થયો. મારી ૧૦-૧૧ વરસની ઉમરમાં મારા માતા ગુજરી ગયા. મારા પિતાજી મેરાછરાડ ખગામમાં શીવજી રામજી, બાલા રામજી, ઘેવરચંદજી ચોરડીયાને ત્યાં કામકાજ માટે રહેતા. તેઓ શેઠ સ્થાનકવાસી ધર્મ પાળતા. સ્થાનકવાસી મુનિઓ આવતા તેમની સેવાને લાભ ઊપરોક્ત શેઠનું કુટુંબ લેતું હતું. હું પણ તેમની સાથે જતે તેથી મને પણ તેમને પરિચય રહે. એક વખત સ્થાનકવાસી મુનિઓની સાથે મને મોકલ્યો, સાથે બીજા જૈન છોકરાઓ હતા તેથી હું પણ ગયો, અમે સાથે સાથે બધા ભણતા હતા અને એ રીતે હું નમસ્કાર મહામંત્ર શીખે. શ્રી રૂપચંદજી મહારાજ મારા તરફ ખૂબ ભાવ રાખતા અને મને લખતાં વાંચતા શીખવતા. મને પણ તેમાં આનંદ આવવા લાગ્યો. પહેલાં તે મને ધાર્મિક મુખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com