________________
તિ-દીક્ષા
: ૨૩ :
શ્રી સંઘે બન્નેને આનંદ ઉલ્લાસથી વધાવ્યા. બન્ને યતિએ મંગળ આશીર્વાદ આપ્યા.
દેવ-ગુરૂ-ધમને ભૂલશો નહિ. ચારિત્ર-સંયમ–તપશ્ચર્યાજ્ઞાન-ક્રિયામાં સદા તત્પર રહેશે. સંઘના ઉદય ને કલ્યાણ માટે ભાવના રાખશે. તીર્થયાત્રાઓ કરી આત્મશાંતિ મેળવશે. આત્મકલ્યાણની સાધનામાં પ્રયત્નશીલ રહેશે. જૈનશાસનને ઉદ્યોત કરશે અને મોક્ષ માર્ગના અધિકારી બનવાની ભાવના પ્રદિપ્ત રાખશે.” તિવર્ય શ્રી ચીમનીરામજીએ યતિ–દીક્ષાને સંદેશ આપ્યો.
બને ગુરૂભાઈઓએ બન્ને ગુરૂવર્યોના ચરણમાં પ્રેમ પ્રણપાત કરી વંદણા કરી. શ્રી સંઘના આબાલવૃદ્ધના જયઘેષ વચ્ચે યતિ-દીક્ષાના આશીર્વાદ મેળવ્યા. આનંદ ઉર્મીઓ ઉછળી રહી. ચૂરૂ શહેરને ઉપાશ્રય હર્ષના નાદથી ગુંજી રહ્યો. રામકુમારજીને અભ્યાસ વધવા લાગ્યોરાત્રે ધ્યાન પણ ધરતા. સવારમાં વહેલા વહેલા પ્રાતઃક્રિયાથી તૈયાર થઈ જતા, શ્રદ્ધાભુજનેને માંગળિક સંભળાવતા, યતિ–વયની સેવા પણ કરતા અને બન્ને ગુરૂભાઈએ આનંદપૂર્વક રહેતા હતા. પણ રામકુમારજી જુદી માટીના હતા. તેમનામાં ત્યાગભાવના વિશેષ હતી, તપશ્ચર્યા તરફ વિશેષ લક્ષ્ય રહેતું. મંત્રસિદ્ધિમાં તેઓ મગ્ન રહેતા. યતિ–વર્યની ગાદી, યતિ-વર્યની સંપત્તિ અને યતિવર્યના વારસાની તેમને ચિંતા થઈ પડી. કયાં મારી ત્યાગ ભાવના-તપશ્ચર્યામંત્રસિદ્ધ અને કયાં યતિવર્યની માયામમતા અને સંપત્તિ ગુરૂભાઈ તે બાહેશ છે. તે વડીલબંધુ છે. શક્તિશાળી છે. બધું સંભાળી શકે તેવા છે. ગાદીના સાચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com