________________
અધ્યયન ને સમર્પણ
અભ્યાસ કરવાની પિતાની ભાવના ફળી તેથી રામકુમાર યતિશ્રીની પાસે હશે હશે અભ્યાસ કરવા લાગ્યા. પ્રાતઃકાળે વહેલા ઉઠી સૂત્ર તૈયાર કરતા. સવારમાં યતિશ્રી માંગલિક સંભળાવતા તે પિતે શીખી ગયા. શ્રી ગૌતમસ્વામીને રાસ પણ કંઠે કરી લીધું. શત્રુંજયને રાસ તે તેમને ખૂબ જ ગમી ગયો. દહેરાસરજીમાં પણ જયણાપૂર્વક પ્રક્ષાલન-મંગલૂણા પૂજાવગેરે ખૂબ આનંદપૂર્વક કરવા લાગ્યા. યતિવર્ય રામકુમારની ધર્મ પ્રવૃત્તિમાં સુરૂચિ જોઇને આનંદ પામતા હતા. “
જે કાંઈ ખર્ચ માટે મળતું તેને ખર્ચ નહિ કરતાં તે ગરીબ-ગુરબાને આપી દેતા. કેઈનું દુઃખ જોઈને તેમના મનમાં કરૂણા આવી જતી અને રાત દિવસ અભ્યાસમાં લીન રહેવા લાગ્યા.
રામકુમાર હવે તે યતિવયને કાર્યભાર પણ ધીમે ધીમે ઓછો કરવા લાગ્યા. મંદિરની બધી સંભાળ કાજીપૂર્વક રાખતા, માંગલિક પિતે જ સંભળાવતા, ચુરૂના ભાઈ બહેને રામકુમારની મીઠી મધુરી વાણી તથા શાંત સ્વભાવથી વિશેષ સંતુષ્ટ રહેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com