________________
ગુરૂ-વિરહ ગીત
ક ૧૧ ભકતજને સૌ આસુ સારે, સંભારી સંભારી.
એ યુગના અવતારી. ૧ સત્ય વચનની શ્રદ્ધા સમ તું, અધ્યાત્મ યોગી જ્ઞાનામૃત તું, મન, વચન કાયાથી ગુરૂ, અહિંસાના વૃતધારી. એ યુગ ૨
જ્યાં પાથરતે તું અજવાળા, ત્યાં છે વાદળ કાળાં કાળાં. દિવ્ય પ્રભાકર અસ્ત થયો તું, છે રજની અંધારી. એ યુગ ૩ મરભૂમિનું નામ દીપાવ્યું, માતપિતાનું કુળ અજવાળ્યું. જ્ઞાની ગુરૂની પાટ શોભાવી, સમતા સંયમધારી. એ યુગ. ૪ દેવ-પ્રતિષ્ઠા મંદિર બંધાવ્યા, ઘંટાકરણવીરને પધરાવ્યા, યાદી ગુણની અમર રહી ગુરૂ અખંડ બાળબ્રહ્મચારી. એ યુગ છે જ્ઞાન, ધ્યાન તપ, ત્યાગ સમાધિ, અંતરમાં મહાવીર આરાધી, કામ ક્રોધના ત્યાગી ગુરૂજી, પંચ, મહાવ્રતધારી. એ યુગ ૬ મહાવીર વિણ ગૌતમ ટળવળતા, વિરપ્રભુ! વિરપ્રભુ!કરી ફરતા. એજ દશા ગુલાબમુનિની, ગુરૂ વિરહતા ભારી. એ યુગ. ૭ ગુલાબ!ગુલાબ કરી કેશુબેલાવે, ગુરૂ વિણહવે કેશુ રાહ બતાવે. કયાં છૂપાયે વિરલ હંસ તું, ગુરૂવર કૃપા આધારી. એ યુગ. ૮ સાધુ મુનિ સકલ સંઘ મળીને, ગુરૂવર ગુણને યાદ કરીને. સૌનાં હૈયાં અશ્રુભીનાં છે, ગુરૂગુણને સંભારી. એ યુગ૯ જેઠ સુદિ ત્રીજને ગુરૂવારે, રાહ લીધો જવા મોક્ષ દ્વારે. ભાવભરી ગણેશની અંજલી, સ્વીકારજો દયાધારી. એ યુગ. ૧૦
–ગણેશભાઈ પરમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com