________________
જ
જિનહિ સરિ જીવન-પ્રભા ત્રણ ત્રણ વખત ગુરૂભાઈ તિવર્ય તથા સમૃદ્ધિ છેડી ચાલ્યા જાય છે અને ગુરૂ શોધી લાવે છે.
છેવટે તીર્થયાત્રામાં શાંતિ અને પ્રેરણા મળે છે. ગિરનારના યોગીના આશીર્વાદ મળે છે અને સુપ્રસિદ્ધ ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજના ચરણમાં જીવન સમર્પણ કરી સવેગી દીક્ષા ગ્રહણ કરે છે. તીર્થાધિરાજ શત્રુંજયમાં બીજે જ દિવસે ચંદન તલાવડીની શિલા ઉપર અઠ્ઠમ તપ કરી ભવિષ્યના તપસ્વી જીવનની ઝાંખી કરાવે છે.
ગુરૂદેવની સેવા અને ગુરૂદેવના બે વચને જીવનમાં ઉતારતાં ગુરૂદેવની સાથે રહી અભ્યાસ વધારી વિદ્વાન બને છે. સં. ૧૯૭૬ માં વાલીયરમાં પન્યાસ પદવી મળે છે. સંવત ૧૯૯૫ માં થાણામાં આચાર્ય પદવી મળે છે.
સાધુ જીવનમાં તપશ્ચર્યા એ આત્મ સાક્ષાત્કાર માટે અમોઘ ઉપાય ગણાય છે. આચાર્ય શ્રી જીવનભર તપસ્વી રહૃા. ૮૧-૮૧ આયંબિલ, ચાર ચાર માસ, ત્રણ ત્રણ માસ એકાંતરે ઉપવાસ તપ અને આયંબિલ અને વૃદ્ધાવસ્થા હોવા છતાં ઉગ્ર તપશ્ચર્યા રૂપ અઠ્ઠમે અમે પારણું ચાર ચાર માસ સુધી અઠ્ઠમની પરપરા ચાલુ રાખી શકો અને શિષ્યને પણ ચકિત કરી મૂકેલા.
વર્ષોથી મહાયોગીની જેમ રાત્રિના બે વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જતા અને સવારના માંગલિક તેત્રોને પાઠ કરતા, તેઓ યેગનિષ્ઠ, વચનસિદ્ધ અને પ્રભાવિક હતા.
વલસાડથી મુંબઈ સુધીના નાના મોટા શહેરો અને ગામમાં જનમંદિરે અને ઉપાશ્રયે કરાવવામાં તેમને જ ઉપદેશ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com