________________
: ૨૯૬ :
જિનઋદ્ધિરિ જીવન–પ્રભા
ગુરૂભક્ત શાંતમૂર્તિ ગુલામમુનિ, મુનિશ્રી રત્નાકરમુનિ, શ્રદ્ધાનિક શ્રાવક સમુદાય અને જૈન સમાજના હજારાને અશ્રુ સારતાં છેડી સ્વગે સીધાવ્યા.
મુખ અને પરામાં વીજળીવેગે સ્વર્ગવાસના સમાચાર પહોંચી ગયા. શ્રી હરિચ’દભાઈને તે ટેલીફેશન સાંભળી આઘાત લાગ્યા. હજારા સ્ત્રી-પુરૂષા ગુરૂદેવના દર્શનાર્થે ઉમટી આવ્યા. શ્રી મહાવીરસ્વામીના દહેરાસરજીના ઉપાશ્રય માનવ મેદનીથી ઉભરાઈ રહ્યો. રાત્રિના અગ્યાર વાગ્યા સુધી સ્ત્રી-પુરૂષાના ધસારા ચાલુ રહ્યો.
પ્રાતકાળથી થાણા, મુલુંડ, માટુંગા, ઘાટકોપર, ચેમ્બુર, ભાયખાલા, અ ંધેરી, શાંતાક્રુઝ, ખેરીવલી, મરીનલાઇન, કાટ બધેથી હજારા સ્ત્રી-પુરૂષા દર્શનાર્થે ઉમટી આવ્યા.
સાડાદશ વાગે પૂજ્યપાદ્ આચાય પ્રવરના દેહને જરીયાન પાલખીમાં પાલનપુર નિવાસી શેઠ હીરાચ'દ રાયચંદ ભણશાળીએ રૂા. ૪૫૦ ની મેલીથી પધરાવ્યા. હજારોની માનવ મેદનીવાળી ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ગુરૂદેવના દર્શનાથે બજારા અને અટારીઆ તથા અગાસીઓમાં સ્ત્રી-પુરૂષોની ભીડ જામી હતી. જાહેર રસ્તાઓ ઉપર થઇને પાલખી વાલકેશ્વર માણુ ગંગા પર લાવવામાં આવી. સુખડના મોટા ઢગ થઈ ગયેા. ચંદનની ચિતા ઉપર ગુરૂવર્ય ને દેહ મૂકવામાં આવ્યે. અનન્ય ગુરૂભક્ત શ્રી હરિચંદભાઈ માણેક રૂા. ૬૫૦)ની મેલીથી ગુરૂદેવના કૈહને અગ્નિસ સ્કાર કર્યો. બધાની આંખેા અશ્રુબિંદુઆથી છલકાઇ ગઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com