________________
: ૨૮૬ :
જિનહિંસરિ જીવન-પ્રભા
પણ તેમણે ન્યુમેનીયા જણાવ્યો. તેની પણ દવા કરી. ખાસ ફાયદો થયો નહિ. બધા ચિંતાતુર થઈ ગયા. શરીર ઘસાતું ચાલ્યું. સેવાભકિતમાં તે બધા ખડે પગે તૈયાર હતા. સેવામૂર્તિ શિષ્યરત્ન ગુલાબમુનિજીએ તે ગુરૂદેવની સેવા અનન્ય ભકિતપૂર્વક કરી.
ગુલાબ ! તમે રાત દિવસ ઉજાગરા કરી મારી સેવાભકિત કરે છે પણ તમારી તબીયત પણ કયાં સારી રહે છે. તમે થોડે ઘણે આરામ લ્યો. મારે મંદવાડ તે ચીકણે છે. લાં ચાલશે. તમારી તબીયત બગડશે તે શું કરીશું.” આચાર્યશ્રીએ પિતાના શિષ્ય માટે ચિંતા દર્શાવી.
પ્યારા ગુરૂદેવ! આપની સેવાભકિતથી જે આનંદ થાય છે, તે બીજા કશાથી નથી. હું તે મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આપની સેવાને લાભ અહોનિશ મને મળે છે. મને તે શું થવાનું છે. આપ મારે માટે ચિંતા ન કરશો, આપની તબીયત સારી થાય તે માટે તે પ્રભુ! આપના વિના બીજો કર્યો આધાર છે ! ગુલાબ મુનિએ આરજૂ કરી.
ગુલાબ! તમે સેવામૂર્તિ છે. તમે જીવનભર મારી સેવા જ કરી છે. આ શરીર તે જીર્ણ થયું. હવે તેને બદલવાને સમય આવી લાગે છે. અને તે પૂર્ણ શાંતિ છે. આત્માનંદ મારું ધ્યેય છે. ગુરૂદેવેની મારા પર પૂર્ણકૃપા છે. વીર ઘટાકરણજી મારા હૃદયમાં છે. હવે મને આ શરીરને ભારે નથી, તમે ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના નામને ઉજવળ કરજે. જૈન શાસનના ઉદ્યોત માટે કલ્યાણકારી કાર્યો કરશે.” ગુરુદેવે આખરી સંદેશ આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com