________________
આખરી સંદેશ
(૪૭) સાહેબ ! આપની તબીયત સારી નથી રહેતી. તાવ પણ છેડે આવે છે. આપ શક્તિ આવે તેવી કઈ વસ્તુ પણ લેતા નથી. કૃપા કરી થડા દિવસ આપ માટુંગા પધારે. અમારી બધાની ભાવના છે. હવાફેરથી તબીયત સારી થઈ જશે. અમને આપની સેવાભક્તિને લાભ મળશે.' હરિચંદભાઈએ વિનતિ કરી.
“હરિભાઈ! વાલકેશ્વરથી આવ્યા પછી અશક્તિ તે રહેજ છે અને તાવ રહે છે. કે. પુનમચંદ તે હંમેશાં આવે છે પણ તેમની દવા કામ કરતી નથી. આચાર્યશ્રીએ પરિસ્થિતિ જણાવી.
“કૃપાળું! આવી તબીયત હોવા છતાં હજી પણ આપ રાત્રિના ૩-૪ વાગે ઉઠી જાઓ છે, ધ્યાન અને જાપ તે ચાલુજ હોય છે. સવારના સાત સુધી પાઠ ચાલે છે. તાવ અને અશક્તિમાં આ ત્રણ કલાકને માનસિક પરિશ્રમ ભારે ગણાય. ગુલાબમુનિજી મહારાજને જાપ અને પાઠની જવાબદારી આપે તે થોડો વિશેષ આરામ મળે.’ હરિચંદભાઈએ પ્રાર્થના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com