________________
૨૫૬ :
જિનધિસૂરિ જીવન-પ્રભા
તન-મન-ધનથી જીવન અપનાર વીરચંદભાઈ જ માનપત્રને ચોગ્ય છે. હું ભલે શ્રીમંત હેઉં પણ મેં શ્રી વીરચંદભાઈ જેવી કેઈ સંસ્થાની સ્થાપના પણ નથી કરી. નથી કઈ સંસ્થામાં હું શ્રી વીરચંદભાઈની જેમ તન્મય થઈ ગયે. શ્રી વિરચંદભાઈ અને તેમના ધર્મપ્રેમી ભત્રીજાએ શ્રી કુલચંદભાઈ તથા શ્રી હરિચંદભાઈ વગેરેને ધન્ય છે. શ્રી વીરચંદભાઈ તે સૌરાષ્ટ્રના રત્ન છે. તેમની સેવા કાર્યની સૌરભ સૌરાષ્ટ્ર મુંબઈ અને આફ્રિકા સુધી પહોંચી છે.
શ્રી હરિચંદભાઈએ આચાર્યશ્રીને સમઢીયાલા પગલાં કરવા પ્રાર્થના કરી અને આચાર્યશ્રીએ તે સ્વીકારી. આચાર્યશ્રી શ્રી વિરચંદભાઈ વિષે જાણતા હતા. પણ તેમણે પોતાની જન્મભૂમિમાં સેવાને દીપ પ્રગટાવ્યા છે, તે હજારો નરનારીઓને પ્રકાશ આપી રહ્યો છે તે જાણી ભારે આનંદ થયો. ગ્રામસુધારણા સમિતિ તેના વિવિધ મકાને કાંતણ-વણાટ વિભાગ, ઓષધાલય, અદ્યતન દવાખાનું, રાહત વિભાગ, બગીચે, ખેતી, પશુપાલન, વગેરે સંસ્થાઓ અને તે દરેકમાં શ્રી વીરચંદભાઈની પિતાની ખાસ દેખરેખ તથા માર્ગદર્શન ઉપરાંત શ્રી વીરચં. દભાઈની સાદાઈ, વિનય, પ્રેમભાવના, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને શિક્ષણપ્રેમ, જોઈને ધન્ય! ધન્ય! એવા મંગળ આશીર્વાદ આપીને આચાર્ય શ્રી સમઢીયાળા-વીરનગરના મીઠાં મધુરાં સ્મરણે લઈને અત્યંત આગ્રહ હોવા છતાં મુંબઈને સાદ સાંભળીને વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com