________________
: ૨૫૪ :
જિનધિરિ જીવન-પ્રભા
યાત્રિકોએ સારે લાભ લીધે. આચાર્યશ્રીને ગિરિરાજનું તે મહાન આકર્ષણ હતું. કથાણું ભુવનમાં સ્થિરતા કરી સાડ દશ વાગ્યે અમને નિયમ ધારી ગિરિરાજની યાત્રાએ પધાર્યા. ગિરિરાજના દર્શન માત્રથી રે મમ વિકવર થયા. પગલે પગલે આત્મદષ્ટિ, આત્મશાંતિ અને આત્મપ્રકાશને એઘ ઉછે. ળવા લાગ્યો. યુગાદિદેવના દર્શનથી આત્મભાવ જાગી ઊઠશે. આનંદની લહરીઓ લહેરાણું. હદય પુલકિત થયું. નવે ટુંકના દર્શન કરી જીવનનું સાચું દર્શન મેળવ્યું. આત્મામાં આનંદ આનંદ ઉછળી રહ્યો. શાંતિની ગંગા લહેરાણી.
કૃપાળુ! આપ ગિરિરાજની યાત્રાએ પધાર્યા તે જાણી શ્રી વીરચંદ કાકાને બહુજ આનંદ થયો. હવે કૃપા કરી જસદણ પધારો આપની રાહ જોવાય છે. મારા પિતાશ્રી અત્રે આવતા હતા પણ મારે યાત્રા કરવાના ભાવ હતા તેથી હું આવ્યું.” હરિચંદભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! હું તે મુંબઈ તરફ જવાને વિચાર કરતે હતે પણ ખંભાતમાં સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ગિરિરાજની યાત્રા માટે પ્રેરણા કરી અને તમારી વિનતિ પણ ખ્યાલમાં હતી. આચાર્યશ્રીએ ખુલાસે કર્યો.
“સાહેબ ! આપના પગલાં અમારા નૂતન નિવાસ ગૃહમાં પ્રથમ કરાવવાના છે અને આપને વહેલાસર પધારવા વિનંતિ છે.”
હરિચંદભાઈ! તમારા જેવા અનન્ય ગુરૂભકતને ના શી રીતે પડાય ! વળી શ્રી વીરચંદભાઈ તે સૌરાષ્ટ્રનું ભૂષણ છે. તમે નિશ્ચિત રહે. મારી ભાવના કદંબગિરિ-તળાજા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com