________________
* ૨૪ :
જિનવિસરિ જીવન-પ્રભા
આચાર્યશ્રી જીનત્રદ્ધિસૂરિજીના અધ્યક્ષ સ્થાને વિજય મુહૂર્તમાં શ્રી સંઘે શ્રી મણસાગરજી મહારાજને આચાર્યપદને વાસક્ષેપ કરી હર્ષનાદે વચ્ચે ચાદર ઓઢાડી જયનાદેથી મંડપ ગુંજી રહ્યો. આનંદ ઉત્સાહ વચ્ચે પ્રભાવના લઈ સૌ વિખરાયા. બપોરના અષ્ટોત્તરી સ્નાત્ર થયું.
સાહેબ! મારી ભાવના શ્રી મેડતા ફેલોપી તીર્થ યાત્રાને છરી પાળ સંઘ કાઢવાની છે. મુનિરાજશ્રી મેરવિજયજી મહારાજની તે માટે પ્રેરણા છે. આપશ્રી અત્રે પધાર્યા છે. અમને આપના અમૃતવચનને લાભ મળશે. આપ કૃપા કરી અમારા સંઘમાં પધારે તે અમને ખૂબ આનંદ થશે.” શીવબક્ષકેચરે વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી ભાવના ઉત્તમ છે. મારી ભાવના જેસલમેરની યાત્રા કરવાની છે પણ સ્થલી પ્રદેશના લાંબા વિહારથી મારી તબીયત બગડી છે. બીકાનેર છેડો વખત તબીયત ઠીક રહી પણ હમણાં અશક્તિ વિશેષ જણાય છે.” આચાર્યશ્રીએ પિતાની તબીયત નરમ હવા વિષે ખુલાસો કર્યો.
ગુરૂદેવ! આપશ્રી તે ત્રણે ઋતુમાં તપશ્ચર્યા ચાલુ રાખો છો. ઉનાળામાં પણ આપના અઠ્ઠમ ચાલુ હોય છે. કૃપા કરી આપ તપશ્ચર્યા તબીયત સારી થાય ત્યાંસુધી જરા ઓછી કરે તે સારૂં. સંઘમાં આપને બધી અનુકૂળતા રહેશે. અમને બધાને આનંદ થશે.” શ્રી દફતરીએ વિશેષ વિનતિ કરી.
આચાર્યશ્રીની ભાવના જેસલમેર તરફ યાત્રા જવાની હતી પણ તબીયત સારી રહેતી ન હોવાથી મેડતા ફધિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com