________________
મે ૨૩૦ :
જિન ઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
વાદળાનું નામનિશાન નહોતું. તાપ અસહ્ય હતો પણ
જ્યાં પાલખી શહેરમાં નીકળી અને મધ્યચોકમાં આવી ત્યાં કેણ જાણે કયાંથી વાદળાં ચડી આવ્યાં. ગર્જના શરૂ થઈ અને અમૃતના છાંટણાની જેમ વર્ષા આવી પહોંચી. રથયાત્રા પૂરી થઈ અને વાદળાં વરસી પડ્યાં. જૈન-બ્રાહ્મણ-વાણીયા, જાટકિસાન બધાના મનમાં આનંદ આનંદ થઈ રહ્યો. દાદાજીના પ્રભાવ અને આચાર્યશ્રીની તપશ્ચર્યાની ભૂરિભૂરિ પ્રશંસા થવા લાગી. દાદાજી કલિકાળનાં ક૫તરે છે. ધન્ય દાદાજી ! ધન્ય તપસ્વી આચાર્યશ્રી !
કૃષ્ણ જન્માષ્ટમીને દિવસ આવી પહોંચ્યો. સૂરના કૃષ્ણભકતાએ આચાર્યશ્રીને જાહેર વ્યાખ્યાન આપવા વિનતિ કરી. આચાર્યશ્રીએ અધ્યક્ષ સ્થાન લેવા સંમતિ દર્શાવી. પિદાર ભુવનમાં જન્માષ્ટમી નિમિત્તે મેટી સભા ભરાણ, કૃષ્ણ ભગવાનને જીવન ઉપર મનનીય વિવેચને થયાં. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતાં જણાવ્યું કે,
મહાજને કૃષ્ણ ભગવાનના ભક્ત ગણાય છે. ગૌમાતાની રક્ષા કરવી એ દરેકને ધર્મ છે. કૃષ્ણજયંતીને સંદેશ એ જ છે કે ગૌમાતાની રક્ષા કરે. દુધ-દહીંની નદીઓ વહેશે. ખેતી પણ સારી થશે અને અનાજની વૃદ્ધિ થશે. પાંજરાપોળની દશા કેવી શોચનીય છે! કૃષ્ણ ભગવાન ગૌપાલક કહેવાય છે. ભક્તોએ ૌમાતાની સેવા કરવી જોઈએ.”
કૃષ્ણજયંતીને આચાર્યશ્રીને સંદેશ સાંભળી બધાને આચાશ્રીની સમભાવના માટે માન અને પૂજ્યભાવ ઉત્પન્ન થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com