________________
યોગીરાજ સાથે જ્ઞાનગોષ્ટિ
અમારા નવાબસાહેબ પણ આપની ધર્મવાણી સાંભળવા ઉત્સુક છે.” શ્રી વાડીલાલ છોટાલાલે વિશેષ વિનતિ કરી.
“ભાઈઓ ! નગરશેઠ અને તમે બધા આગ્રહ કરે અને હું તમારા આગ્રહને માન ન આપે તે ન બને પણ ગુરૂના સંઘને મેં મુંબઈ વચન આપ્યું છે. ત્યાં જવાની ખાસ જરૂર છે. સૂરતથી ચૂરૂ ઘણું દૂર છે. ઉનાળે પણ આવતે જાય છે પણ પહોંરયા વિના છૂટકે નથી. નહિ તે હું જરૂર અહીં સ્થિરતા કરત.” આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.
દયાળુ! શ્રી રામતી શ્રાવિકાશાળાને મેળાવડે કરવાને છે. આપશ્રી અત્રે પધાર્યા છે. સૂરી સમ્રાટ આચાર્યશ્રી નેમીસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન આચાર્યશ્રી અમૃતસૂરીશ્વરજી પણ અત્રે જ છે તે બે દિવસ સ્થિરતા કરી આપ સુખેથી પધારે,” શ્રાવિકાશ્રમના કાર્યવાહકોએ વિનતિ કરી.
જહાસુખમ ! તમારી ભાવના પૂરી કરે. ચૂરૂ બહુ દૂર અને ઉનાળો આવે છે તેથી જ જરા ઉતાવળ છે.” આચાર્યશ્રીએ સંમતિ આપી.
સાહેબ! અમારા નામદાર નવાબસાહેબ, તેઓશ્રીના મામા સાહેબ તથા તેઓશ્રીના માશીઆઈ ભાઈસાહેબ આપના દર્શને પધારે છે. નગરશેઠે સમાચાર કહેવરાવ્યા.
“આપ તે ખુદાના નુર છે. ચાતુર્માસ અહીં કરે. નષરશેઠની ભાવના છે તેમ અમારી પણ ઈચ્છા છે. આપ અહીં રહેશે તે અમને પણ લાભ મળશે. તમારી દીર્ઘતપશ્ચર્યાની વાત નગરશેઠે કરી ત્યારે અમે તે ચક્તિ થઈ ગયા.” નવાબસાહેબે ધન્યવાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com