________________
તીર્થમહિમા અને જ્ઞાનપ્રચાર
- : ૨૧૫ ૪ સમક્ષ પ્રતિજ્ઞા પણ લીધી છે. હવે કૃપા કરે અને ગુરૂદેવ ! મને તારે!” તનશીભાઈએ ગદ્ગદ્ ભાવે વિનતિ કરી.
રતનશીભાઈ! મહામૂલા મનુષ્ય જીવનને પામીને મેક્ષમાર્ગ પ્રદર્શક ભાગવતી દીક્ષાના તમારા ભાવો ઉંચા છે. પણ દીક્ષા એ ખાંડાની ધાર છે. તેના પાલન માટે સતત જાગૃત રહેવાની જરૂર છે. તપશ્ચર્યા, જ્ઞાન ધ્યાન-તથા ગુરૂ ભકિત અને સેવાએ રંગાઈ જશે તે ખરેખર આત્માનું કલ્યાણ થઈ જશે.”
ગુરૂવર્ય! હું આપશ્રી પાસે અભ્યાસ કરીશ. યથાશકિત તપશ્ચર્યા કરીશ અને મારું કલ્યાણ સાધીશ. મને તારે મારા ગુરૂદેવ! મને બચાવે ! બચાવે!” રતનશીભાઈએ પિતાને દઢ નિશ્ચય જણાવ્યો.
સં. ૧૯૮ ના માગશર સુદ ૮ ના દિવસે દાદર આગર તડ ઓસવાળ શ્રીસંઘ તરફથી બંધાવેલ નૂતન ઉપાશ્રયના વિશાળ ભવ્ય હેલમાં આચાર્યશ્રી છત્રદ્ધિસૂરિજીએ શ્રી રતનશીભાઈને દીક્ષા આપીને ગુલાબમુનિના શિષ્ય શ્રી રત્નાકરમુનિ નામ આપવામાં આવ્યું. મુનિજી પિતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા. સંઘના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
આજ થાણામાં દીક્ષામeત્સવની ધામધૂમ હતી. નૂતન કલામય દહેરાસરની બાજુમાં ભવ્ય મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. જેને સમાજના આબાલવૃદ્ધમાં આનંદની લહરીઓ લહેરાઈ હતી. પ્રાતઃકાળથી મુંબઈથી જૈન જનતા, આગેવાને, વૃદ્ધો અને બહેનોને ટેળે ટોળાં ઉમટી રહ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com