________________
બેનમૂન કલામય મંદિર
: ૧૭ ? ભાવના છે કે તમે બધા એક જ થાણા સંઘના ભાઈ બહેને કરછી-મારવાડી-ગુજરાતી એકજ સાથે બેસી જમે અને સાચું સ્વામીવત્સલ ઉજવે. સંઘની સાચી એક્તા તેમાં જ છે.”
પન્યાસજીની સુધા ભરી વાણીની ચમત્કારી અસર થઈ. બને પક્ષેએ સાથે બેસી જમવાનું કબૂલ કર્યું. તેને અમલ કરવા પાલીનીવાસી શેઠ વનેચંદજી ખીમાજીએ પિતાના તરફથી સ્વામીવાત્સલ્યનું જમણું કર્યું, અને થાણામાં વર્ષો પછી બધા કચ્છી-ગુજરાતી-મારવાડી ભાઈ બહેને સાથે બેસીને જમ્યા, ત્યારથી થાણાના સંઘમાં કરછી ભાઈઓ દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા રહ્યા છે. થાણાના સંઘમાં આ સંઘજમણથી એક્યતા, પ્રેમભાવ, સમાનતા તથા હમદર્દી વધવા લાગ્યાં.
હવે જૈન મંદિરનું અટકી પડેલું કાર્ય વેગપૂર્વક ચાલુ કરવા માટે થાણાના ઉત્સાહી આગેવાને શ્રીયુત શેઠ ખેંગારજી હીરાજી, શેઠ પન્નાલાલજી નવાજી, શેઠ નરસિંગજી મનરૂપજી, શેઠ ચન્દનમલજી મૂલચંદજી, શેઠ રૂપચંદજી હજારીગલજી, શેઠ ઉમેદમલજી ચત્રભુજ, શેઠ સરદારમલજી મગનાજી, શેઠ મોતીલાલજી તારાચંદજી, શેઠ અનરાજજી તપસ્વી, શેઠ વનેચંદજી ખીમાજી, શેઠ કપુરચંદજી ભુવાજી, શેઠ દલીચંદજી અનરાજજી, શેઠ પુનમચંદજી ધન્નાજી, શેઠ મૂળચંદજી ઉમાજી, શેઠ તારાચંદજી વનેચંદજી, શેઠ દીપચંદજી સિન્દરૂવાળા, શેઠ રાવતમલજી, શેઠ જેઠાભાઈ ગોબરભાઈ, શેઠ આણંદજીભાઈ ચાંપશીભાઈ, શેઠ ખીમજીભાઈ પુનશીભાઈ, શેઠ સવજીભાઈ તથા શેઠ મેઘજીભાઈ વગેરે બધા ભાઈઓને ઉપદેશ આપીને ટીપ શરૂ કરાવી. બધા પાસે સારી રકમ ભરાવી, આ ઉપરાંત બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com