________________
૨ ૧૮૦ :
જિનધિરિ જીવન-પ્રભા દેખાય છે. પન્યાસજી મહારાજશ્રીએ અમારી ઉપર કૃપા કરી કુસંપને દેશવટો આપવા માટે જહેમત ઉઠાવીને બને તડાના ભાઈઓને સમજાવી સમાધાનને માર્ગે વાળ્યાં છે. સુભાગ્યે આપશ્રી દાદરના આગેવાને પધાર્યા છે. સમાધાન માટે ત્રીજા નિષ્પક્ષ વર્ગની ખાસ જરૂર હોય છે. તે આપ શ્રીમાનેને અમારી આગ્રહ ભરી વિનતિ છે કે આપશ્રી આ સમાધાનને માર્ગદર્શન આપે અને અમારા બન્ને તડમાં સુખશાંતિ સ્થાપ.”
પન્યાસજી મહારાજે પણ આ મુદ્દાની વાતને પુષ્ટિ આપી અને ચેડી વિચારણું પછી દાદરના પંચ તરફથી શા ફૌજમલજી તથા શા વીરચંદજીએ જણાવ્યું કે “દાદરના આગેવાને જે નિર્ણય કરે તે બન્ને તડવાળાને માન્ય છે તેમ બને તડવાળા લખી આપે તે અમે જવાબદારી લેવા તૈયાર છીએ, બને તડવાળા આગેવાનેએ તે પ્રમાણે લખી આપ્યું.
લવાદ તરીકે નીમાયેલા શા ફૌજમલજી તથા શા વીરચંદજીએ સમાધાન માટે ખૂબખૂબ પ્રયાસ કર્યો. બન્ને પક્ષની તકરારે સાંભળી. બન્નેના મતભેદના મુદ્દાઓ વિચાર્યા અને નિર્ણય ઉપર પણ આવ્યા. છેવટને મુસદ્દો તૈયાર કર્યો પણ પાછળથી થાણાના આગેવાનેને શંકા થઈ અને દાદરના આગેવાનો પિતાને નિર્ણય બહાર પાડી શક્યા નહિ. તેઓ પન્યાસજીની રજા લઈ દાદર ચાલ્યા ગયા. થાણામાં પણ આશા નિરાશાના રૂપમાં ફેરવાઈ ગઈ અને બધા ઉદાસ બની ગયા પન્યાસજી મહારાજશ્રીને પણ દુખ થયું. થાણાના ઉત્કર્ષ માટેની બધી જહેમત નકામી થઈ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com