________________
થાણાની પ્રાચીનતા
ક ૧૭૫ ?
છે. આ ધવળશેઠ ઈર્ષાઅગ્નિથી આ બધું તરકટ કરે છે તેમ જણાવ્યું. રાજાએ ધવળને પકડાવી કારાગૃહમાં પૂર્યો પણું શ્રીપાળને દયા આવવાથી તેને છેડા.
- શ્રીપાળ અને ધવળશેઠ સાથે રહેવા લાગ્યા આનદ વિનેદની વાત કરવા લાગ્યા પણ ધવળશેઠને તે ઈર્ષ્યા હતી જ તે શ્રીપાળને ઘાટ ઘડવાની પેરવીમાં હતો. એક દિવસ લાગ જોઈને શ્રીપાળના મહેલ ઉપર ચડી તેની હત્યા કરવા વિચાર કર્યો. પાટલાના આધારે કટારી લઈને ચડવા લાગ્યા. ધવળશેઠના પાપને પરિપાક થઈ ગયા હતા. કટારીથી તે નિર્દોષ એવા શ્રી પાળની હત્યા માટે જતો હતો પણ પાટલાના છૂટી જવાથી તે પડ્યું અને તે જ કટારી તેના કાળજામાં પેસી ગઈ અને તે પાપનો હિસાબ આપવા ત્યાંને ત્યાં જ મરણ પામ્યો.
જે પ્રાચીન સ્થાન થાણા નગરીમાં શ્રીપાળ મહારાજ નવપદજીની આરાધનાથી સમુદ્ર તરીને ચમ્પકવૃક્ષની છાયામાં શાંતિ પામ્યા અને રાજા વસુદેવ તરફથી સન્માન પામી રાજકુંવરી મદનમંજરી સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને સુખ વૈભવ પામ્યા. એ પ્રાચીન થાણુ નગરી સુપ્રસિદ્ધ છે. મુંબઈ નગરી તે થોડા જ વર્ષોમાં સમૃદ્ધ બની તે પહેલાની થાણા નગરી પ્રાચીન ગણાય છે.
- આ પ્રાચીન થાણાનગરીમાં પહેલાં થોડાં જૈન કુટુંબે હતા પણ ધીમે ધીમે વસતી વધવા લાગી. આજે તે થાણા તીર્થ સ્થાન બની ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com