________________
+ is :
જિનાદિસૂરિ જીવન–પ્રભા
શિક્ષણ કે ધમ સ`સ્કાર તા અપાતા નથી. મારી ભાવના છે કે આ પ્રદેશમાં એક સુંદર જ્ઞાનના પરખસમુ' વિદ્યાર્થીગૃહ થાય તેા હજારા વિદ્યાર્થીઓના જીવન ઉજાળી શકાય, મધ્યમવગ ને રાહત મળે. આ વિદ્યાર્થીઓમાંથી જે રત્ના નીકળશે તે તમને લાખ લાખ આશીર્વાદ આપશે.
પન્યાસજી મહારાજે પર્યુષણુ પછી ભાદરવા સુદી પ ની ૨૦૦૦ ઉપરાંત માણસાની માટી સત્તામાં જૈન વિદ્યાર્થીગૃહ માટે જોરદાર પ્રેરણા કરી અને આસપાસના પ્રદેશના આગેવાના પન્યાસજીના જ્ઞાનના સદ્દેશ સાંભળી વિચારમાં પડ્યા.
‘ ગુરૂવય ! આપની પ્રેરણા વખતસરની છે. દહાણુ પ્રગણામાં એક પણ શિક્ષણ સ'સ્થા નથી. મધ્યમવગ ના બાળક માટે ધમ સંસ્કાર અને ધમ શિક્ષણ મળે તેવા જૈન વિદ્યાર્થીગૃહની જરૂર ઘણી છે. આપણા ઉપદેશથી મને વિદ્યાર્થીગૃહ માટે ભાવના જાગી છે. આ બધા આગેવાના પૈાત પેાતાની શક્તિ અનુસાર કાળા આપે અને પેાતાના ગ્રામપ્રદેશેામાંથી અપાવા પ્રયાસ કરે તે મારા સ્વગસ્થ પૂજ્ય પિતાશ્રીનુ નામ જોડવાની શરતે રૂ. ૨૧૦૦૦ આપવા ઇચ્છું છું. આપણે ખીજાં રૂ. ૪૦૦૦૦ થી વિશેષ એકઠા કરવાના રહેશે.
ધર્મનિષ્ઠ, વિદ્યાપ્રેમી શેઠ શ્રી રાયચ'દભાઇની ઉદાર સખાવૃતથી બધાને ચત્ય'ત આનંદ થયા. ધેાલવડ, દાહાણુ તથા સામટાના આગેવાનાએ ઉભા થઇને શ્રી રાયચંદભાઇની ઉદારતાને વધાવી લઈ તેમનુ બહુમાન કર્યુ અને સૌએ ચાશિત ફાળા આપવા સંમતિ દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com