________________
બે પ્રતિષ્ઠા
૧૩૯ :
મહારાજની ચરણ પાદુકાઓ તથા દાદાસાહેબના મન્દિરના નામથી પ્રસિદ્ધ પામેલા મંદિરને પન્યાસજી મહારાજની પ્રેરણાથી રંગ રોગાન કરાવી મંદિરને મને હર બનાવી દીધું. મનિજરની આખી રોનક બદલાઈ ગઈ. સં. ૧૯૮૯ નું એક્તાલીસમું ચાતુમાંસ અમદાવાદમાં થયું.
અમદાવાદથી ખેડા, માતર થઈ ખાંધલી પધાર્યા. ખાંધલીથી તારાપુર, મોરજ થઈને ઇસરવાડે પધાર્યા. અહીં સાધુ-સાઠવીને ઉતરવાની ઘણી મુશ્કેલી હતી. પન્યાસજી મહારાજશ્રીની પ્રેરણાથી ઉપાશ્રયની ટીપ કરાવવામાં આવી અને ઉપાશ્રયનું કામ શરૂ કરવામાં આવ્યું. ઈસરવાડેથી ખંભાત, રાલજ, કાવી, જબુસર, આમ, સમની, ભરૂચ, અંકલેશ્વર અને સાયણ વગેરે ગામોમાં ઉપદેશ આપતા આપતા સુરત થઈ ભેસ્તાન પધાર્યા. ભેસ્તાનમાં શેઠ ગુલાબચંદભાઈએ આગ્રહપૂર્વક રોકયા. ભેસ્તાનના જૈન જૈનેતર ભાઈઓને ખાસ નિમંત્રણ આપીને પન્યાસજીને ઉપદેશ સંભળા, ગામના બધા માણસે પન્યા સજીની વાણું સાંભળી મુગ્ધ થઈ ગયા. ઘણુ જૈનેતર બહેન ભાઈઓએ રાત્રિભોજન, માંસ, મદિરા વગેરેના નિયમ લીધા. ભેસ્તાનથી મરોલી, નવસારી, કાલીયાવાડી, સીસોદરા અને ગણદેવી થઈને ટાંકેલ પધાર્યા.
મણ વંદામિ!” દેવીયરના શેઠ પૃથ્વીરાજજી તથા શેઠ છગનલાલજી અને શેઠ નવલમલજીએ વંદણુ કરી.
ધર્મલાભ! ભાગ્યશાળી ત્રિપુટી શું પધાર્યા છે !” પન્યાસ એ પ્રશ્ન કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com