________________
બે પ્રતિકાઓ
: ૧૩૭ : આદેશ મેળવી પ્રતિષ્ઠાને દિવસે પિતે શ્રી કંસારી પાર્શ્વનાથને ગાદિએ બિરાજમાન કર્યા. શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. તથા તેમના તરફથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું. પ્રતિષ્ઠાનું કાર્ય પન્યાસજીના મંગળહસ્તે આનંદપૂર્વક થવાથી શ્રી વાડીલાલભાઈને ખૂબ આનંદ થયો. પન્યાસજી મહારાજને વિશેષ સ્થિરતા કરવા પ્રાર્થના કરી પણ પન્યાસજીને માતરની યાત્રાની ભાવના હોવાથી પચે જ્ઞાતિના ભાઈ–બહેને એ ભાવભરી વિદાય આપી. પન્યાસજી ખંભાતથી વિહાર કરી સાયમા, તારાપુર, સોજીત્રા ડભેઈ, ખાંધલી થઈ માતર પધાર્યા. માતરમાં સાચા દેવના દર્શન કરી વિહારની તૈયારી કરતા હતા ત્યાં શરદીએ એકાએક આક્રમણ કર્યું. તાવ અને પછી ન્યુમોનીયાને હુમલો થયે. માંદગીએ ઉગ્ર સ્વરૂપ લીધું.
માતરના નગરશેઠ શ્રી ગોપાળજીભાઈ વગેરેને ચિંતા થઈ પડી. નગરશેઠ શ્રી ગોપાળજીભાઈ વૈષ્ણવ હોવા છતાં પન્યાસજી મહારાજના સંપર્કથી સુસંસ્કારવાળા અને અનુરાગી થયા હતા. તેમણે તથા જૈન સંઘના આગેવાનોએ રાત દિવસ સેવાસુશ્રુષા કરી. સરકારી દવાખાનાના ડોકટરે પણ ખૂબ કાળજીથી સેવા કરી. એકવીસ દિવસની લાંબી માંદગી પછી સતત સેવાસુશ્રુષાથી પન્યાસજીને આરામ થયે. આ વખતે અમદાવાદને ૨૦૦૦ માણસને સંઘ તથા વડવા આશ્રમથી આવેલે કવિ રાજચંદ્રના અનુયાયીઓને ૧૦૦૦ માણસને સંઘ પણ એક જ દિવસે માતરમાં આવી પહોંચ્યો. માતરની ધર્મશાળા તે ચિકાર ભરાઈ ગઈ. આ વખતે આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરી અઢારેક ઠાણાઓ સાથે આવી પહોંચ્યા. જગ્યા તે હતી જ નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com