________________
પિતાનામાં રહેલી ઉપદેશ શક્તિને પ્રભાવ એ સ્થળોમાં કેવી અસર જન્માવે છે એ સારૂ પ્રકરણ ૩૯ અને ૪૦ જેવા જરૂરી છે. “મધુરા મિલનનામા ૪૧ મું પ્રકરણ સાચે જ આજના વાતાવરણમાં મધુરતા પ્રસરાવે તેવું છે. એમાં સાચી સાધુતાની હદય ડોલાવે તેવી વાત છે “નમ્યા, એ પ્રભુને ગમ્યા' જેવી ઉક્તિનું રહસ્ય આવા બનાવો પરથી જ સમજાય છે. દાદા ગુરૂજી એવા શ્રી મોહનલાલજી મહારાજના નામથી ચાલતી “શ્રી મેહનલાલજી જૈન-લાયબ્રેરી'ના ઉદ્ધાર અર્થે, એને દેશકાળને અનુરૂપ સ્વાંગ-સજાવી, નમૂનેદાર બનાવવા માટે શ્રી જિન ઋદ્ધિસરિએ રિદ્ધિને આંક તે ઠીક ઠીક ઉચો ચઢાવ્ય છે. એને મૂર્ત સ્વરૂપ અપાતું જોવા એ નથી રહ્યા પણ અંત ઘડી સુધીની તેઓશ્રીની એ માટેની અભિલાષા પોતાના વિનિત શિષ્ય શ્રી ગુલાબમુનિના હાથે પુરી થશે એવા સંતોષ સાથે સિધાવ્યા છે. તેઓશ્રીને આખરી સંદેશ પણ એ “સેંટ્રલ લાયબ્રેરી' સંબંધે છે. સાધુ નામ તે સાધે કાયા, પાસે ન રાખે કેડીની માયા, લેવે એક અને દેવે ન દે, ઉસકા નામ સાધુ કહે.
આ હિંદી હામાં સાધુજીવન માટે સુંદર વ્યાખ્યા બાંધેલી છે. પ્રથમ લીંટીમાં સ્વકલ્યાણ અને અકિંચનતાને આગળ ધર્યો છે અને બીજી લીટીમાં લેવે એક' કહેતાં પ્રભુસ્મરણમાં જાગૃત રહેવાનું દર્શાવી, “દેવે ન દો'માં ન આપે આશીર્વાદ કે ન આપે શ્રાપ એ ગૂઢ અર્થ ભર્યો છે.
જીવન–પ્રભા'ના પાનામાં ઉપર વર્ણવેલી સાધુતાના ડગલે ને પગલે દર્શન થશે. એમાં પરમાર્થના પ્રસંગે ખીચોખીચ ભરેલા છે. તપ, જપ, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા, અને પ્રાસાદ નિમણુ જેવા પવિત્ર કાર્યો જેમણે વરદ હસ્તે ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં થયાં છે. એની મનોરમ શિલીમાં આલેખાયેલી કહાણું આ ગ્રંથ પુરી પાડે છે. પાદ વિહારથી અગણિત માઈલને પ્રદેશ ઉલંધનાર, શ્રમણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com