________________
જિત્રાહિરિ જીવન-પ્રભા
છે. તમે પણ શાસ્ત્રના જાણકાર છે. છતાં વિચાર વિનિમય કરવાથી લાભ જ થશે.” ન્યાયવિજયજીએ સંમતિ દર્શાવી. | પછી તે દસ દિવસ સુધી જ્ઞાનગોષ્ઠિ ચાલી. સાચું સ્વામીવાત્સલ્ય માત્ર જમણવારમાં નહિ પણ સ્વામી ભાઈઓને પિતાના જ આપ્તજને ગણી તેઓને ઉદ્યોગ ધંધે લગાડવા જોઈએ. દાનમાં સુપાત્રદાન અને કુપાત્રદાનની પણ ચર્ચા થઈ. ઉપધાન પ્રવૃત્તિ હિતકારી છે પણ તેમાં શાંતિપૂર્વક ક્રિયા થવી જોઈએ. ઉપધાનનું રહસ્ય સમજાવવું જોઈએ અને તેની પાછળ ઓછામાં ઓછો ખર્ચ થવો જોઈએ જેથી સામાન્ય સ્થિતિને ભાવિક માણસ પણ ઉપધાન તપનો લાભ લઈ શકે. આસ્તિક નાસ્તિક વિષે પણ રસપ્રદ ચર્ચા થઈ અને જૈન સમાજની પરિસ્થિતિ તથા નાના નાના મતભેદમાંથી ઉભા થતા વિખવાદે વિશે પણ ચર્ચાઓ થઈ. આ બાબતમાં બન્ને મુનિરાજેએ તટસ્થ દષ્ટિએ એ વિચાર દર્શાવ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારને મતભેદ ઉભું થાય ત્યારે પરસ્પર મળી એક-બીજાની દષ્ટિ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તે સંતોષકારક નીવેડો આવે અને કુસંપના બીજ ન વવાય. કોઈ પણ બાબતમાં સમાધાનવૃત્તિ મુખ્ય રહેવી જોઈએ, પણ સમાજના કમનસીબે હમણા હમણા મતભેદ વધતા જાય છે એટલું જ નહિ પણ એક બીજાને ઉતારી પાડવાની પ્રવૃત્તિ થાય છે તે કોઈ પણ રીતે ઈષ્ટ નથી. જૈન સમાજના શાણા અને ડાહ્યા અગ્રેસરોએ આ બાબતમાં બન્ને પક્ષેનું સમાધાન કરાવવું જ જોઈએ. જૈન સમાજને આ શોભે નહિ. આ અને આવા બીજા અનેક વિચાર બન્ને મુનિવરોએ કર્યા અને દસ દિવસ સુધી ધર્મચર્ચામાં રસપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com