________________
જિનધિરિ જીવન-પ્રભા દીવડા પ્રગટાવી શકે. મારે તે તમને અનુરોધ છે કે તમે આ કાર્યની જવાબદારી તે જરૂર આ જ્ઞાન ભંડાર ઉદ્ધાર થશે જ થશે.” આપણું ચરિત્રનાયકે દાલીયાજીને પ્રેરણા આપી.
દયાળુ! આપની વાત તે તદ્દન સાચી છે. પણ નિભાવ ફંડ વિના આપણે શું કરી શકીએ. આપશ્રી તે માટે પ્રયત્નશીલ છે. જે અમારા સદ્ભાગ્યે નિભાવફંડ સારૂં થઈ જાય તે આપની આજ્ઞા પ્રમાણે હું જરૂર ભંડારની સુવ્યવસ્થા માટે સેવા આપીશ.” શ્રી ચુનિલાલ દાલીઆએ વચન આપ્યું.
જ્યારથી પન્યાસજી સૂરત પધાર્યા ત્યારથી આપણા પન્યાસજીએ શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારને સુવ્યવસ્થિત કરવા માટે પ્રયાસ આરંભ્ય. સૌથી પ્રથમ નવાપુરાવાળા શેઠ કૃષ્ણજી જોધાજીએ રૂા. ૨૦૦) કબાટ માટે નૈધવ્યા અને પછી તે ધીમે ધીમે એક જ જાતના ૪૫ કબાટાની મદદ મળી.
સાહેબ! અમારી ભાવના આપશ્રીની નિશ્રામાં ઉપધાન વહન કરાવવાની છે.” શેઠ લાલુભાઈ હેમચંદ તથા શેઠ હીરાચંદ જીવણજીએ વિનતિ કરી.
ભાગ્યવાને ! ઉપધાન વહન કરાવવાની તમારી ભાવના ઉત્તમ છે. તે માટે મારે વિર્ય શ્રી માણેકમુનિજીની સાથે થોડી વિચારણા કરવાની છે તે પછી તમને જણાવીશ.” પન્યાસજીએ ખુલાસો કર્યો.
કૃપાળુ ! આપ તેમને જરૂર જણાવશે પણ અમને તે તે માટે મંજુરી આપે. અમે અમારી તૈયારી આજથી શરૂ કરીએ” બને એ મંજુરી માગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com