________________
કે ૮૮ ?
જિનહિરિ જીવન-પ્રભા ઋદ્ધિમુનિજી ખંભાતમાં હતા. બધા આગેવાની દષ્ટિ તેમના તરફ ગઈ. તેઓ પરમપૂજ્ય ગુરૂવર્યના અનન્ય ભક્ત તપસ્વીત્યાગી અને વચનસિદ્ધ ગણાતા હતા. સુરતથી શેઠ ફકીરચંદ ઝવેરીએ પિતાના મુનિમ શ્રી કપુરચંદ સાકરચંદને ખંભાત મેકલ્યા. જ્ઞાનભંડારની અવ્યવસ્થાની વાત સાંભળી પન્યાસજીને દુખ થયું. દાદા ગુરૂના જ્ઞાનભંડારની સુવ્યવસ્થા કરવી એ મારી પ્રથમ ફરજ છે તેમ સમજી પન્યાસજીએ ખંભાતથી વિહાર કર્યો.
પેટલાદમાં શેઠ છગનભાઈને અઠ્ઠાઇમહત્સવ હતે. તે માટે શેઠ છગનભાઇની વિનતિથી પેટલાદમાં સ્થિરતા કરી અને શાંતિના-મહેત્સવ તથા સંઘ જમણ વગેરેની સમાપ્તિ બાઇ બેરા , પાદરા અને ભરૂચ થઈને સુરત પધાર્યા, સુરતમાં નવસારીવાળા શેઠ અમરચંદભાઈએ વિનતિ કરી કે નવસારીમાં અમારા કુટુંબની એક બહેનને નવપદજીનું ઉજવણું કરવાનું છે, આપ કૃપા કરી પધારે. તેમની વિનતિને સ્વીકારીને પન્યાસજી મહારાજ આદિ ઠાણા ૪ નવસારી પધાર્યા. નવસારીમાં પન્યાસજીનું ભાવભર્યું સ્વાગત કર્યું. નવપદજીનું તથા જ્ઞાનપંચમીનું ઉજવણું, જળજાત્રાને વરડે, શાન્તિના, સંધ જમણુ આદિ ધાર્મિક ઉત્સવ પન્યાસજી મહારાજની છત્રછાયામાં આનંદપૂર્વક સમાપ્ત થયે. નવસારીમાં આ ઉત્સવ પ્રસંગે વલસાડથી શેઠ ગાંડાભાઈ પ્રાગજી, જીવદયા મંડળના પ્રણેતા શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી તથા શેઠ મગનભાઈ મુળચંદ, મુંબઈથી શેઠ ફકીરચંદ કેશરીચંદ, સુરતથી શેઠ સુરચંદભાઈ બદામી જજ વગેરે બહારગામના આગેવાન ગૃહસ્થ નવસારી આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com