________________
સેવાતિ શિષ્યની પ્રાપ્તિ રેલ વિહાર કરી શ્રી સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, ચંપાપુરી, અજીમગંજ, કલકત્તા વગેરેની યાત્રા કરી. ચાતુર્માસમાં જુદાજુદા શહેરમાં જઈને સ્થિરતા કરતા. સં. ૧૯૬૦ માં ખેરાળુ, ૧૯૬૧ માં પાલણપુર, ૧૯૬૨ માં શિહી, ૧૯૬૩ માં અજીમગજ, ૧૯૪ માં માલેગામ, ૧૯૬૫ માં સાદડી, ૧૯૬૬માં બાલી, ૧૯૯૭ માં મેડતા, ૧૯૬૮ માં કુચેરા, ૧૯૬૯ માં પારા અને ૧૯૭૦ થી ૭૪ માં નાગેરમાં ચાતુર્માસ કર્યા. નાગારમાં આમારામાના શ્રી રૂપચંદજી સં. ૧૯૭૪ના શ્રાવણ શુદિ ૧૪ નું પાક્ષિક પ્રતિકમણ કરી બહ@ાંતિ સાંભળતાં સાંભળતાં સમાધિપૂર્વક નાગરમાં સ્વર્ગવાસ પામ્યા. અમે બે રહ્યા. છેવટે ગિરિરાજ શત્રુંજયની યાત્રાની ભાવનાથી વિહાર કરી મેડતા, જત, નાડેલ, વાકાણા, શીવગંજ, પીંડવાડા, પાલનપુર, મેસાણા, અમદાવાદ, ધોળકા, ધંધુકા, વળા થઈને પાલીતાણા આવ્યા. અહીં આપશ્રીની પ્રસિદ્ધિ સાંભળી આનંદ થશે. વળી આપશ્રી પૂજ્ય મોહનલાલજી મહારાજશ્રીના પ્રશિષ્ય છે. તેથી તે અત્યંત આનંદ થયે. હવે કૃપા કરી અમને તારો, આપના શિષ્ય બને.”બન્ને દીક્ષાર્થીઓએ પિતાની પૂર્વકથા કહી સંભળાવી.
જહાસુખમ! તમે સુખેથી અત્રે અમારી સાથે જ રહે, વૈશાખ શુદિ ૬ ના રોજ તમને દીક્ષા આપીશું.' આપણું ચરિત્રનાયકે વચન આપ્યું. બન્નેના હૃદય આનંદ ઉમિથી ઉભરાઈ આવ્યા. ગુરૂવર્યના ચરણમાં પ્રણિપાત કરી, આનંદપૂર્વક રહેવા લાગ્યા. દીક્ષાના મુહૂર્તની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા, તીર્થયાત્રાએ કરી પિતાની જાતને વિશેષ નિર્મળ બનાવવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com