________________
સેવામૂર્તિ શિષ્યની પ્રાપ્તિ
( ૧૭ ) સાહેબ! અમે આપની તપશ્ચર્યા, શાંત પ્રકૃતિ, ત્યાગ દષ્ટિ તથા સૌમ્યતાથી આકર્ષાઈને આપની પાસે રહેવાના ભાજથી આવ્યા છીએ” બે ત્રણ દીક્ષાર્થીઓએ પ્રાર્થના કરી.
“ભાગ્યશાળીઓ ! શું તમારી ભાવના દીક્ષા લેવાની છે!' આપણા ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો.
કૃપાળુ ! અમે તે એ નિર્ણય કરીને જ આવ્યા છીએ. આપ જેવા પરમ ત્યાગી ગુરૂવર્યની સેવા કયાંથી!'
“જુઓ! હું તે પરમપરોપકારી, મહાપ્રભાવિક શ્રી મેહનલાલજી મહારાજને શિષ્ય છું. તપશ્ચર્યા, તીર્થયાત્રાએ, ગ્રમાનુગ્રામ વિહાર, ગુરૂસેવા અને જૈન સમાજનું કલ્યાણ એ મારું ધ્યેય છે. આ સગી દીક્ષા તે ખાંડાના ખેલ છે. જે વિચારીને-નિર્ણય કરજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com