________________
તાસ ગુણ વર્ણન કરૂં ભાષા ગુર્જર સાર, સમય સુંદર વર્ણવ્યું તસ લેશએ નીરધાર. ૨૧
આ સુરીજીનો જન્મ મારવાડમાં વડલી ગામમાં સં. ૧૫૯૫ ની સાલમાં થયો હતો માતાનું નામ સીરીયાદેવી પોતાનું નામ શ્રીવંતજી (રીહડગોત્રીય) હતું. સંવત ૧૬૦૪ ની સાલમાં આ સુરી શ્રીજીનમાણક્ય સુરીની પાસે દીક્ષા લઈને શીષ્ય થયા. અનુક્રમે વિહાર કરતા જેસલમેર ગયા. ત્યાં શ્રીજીનમાણક્ય સુરીજી અસાડ સુદ ૫ મી રેજે અણસણુપુર્વક સમાધીથી કાલ કરી સ્વર્ગે ગયા. પાછળ સર્વ સાધુ સમુદાય માટે જેસલમેર રહ્યા. ત્ય સંધ તથા રાજાના આગ્રહથી શુભ મુહુર્ત વિક્રમ સંવત ૧૬૧૨ માં ભાદરવા સુદ ૯ ના દીવસે આચાર્યપદ સ્વીકાર કર્યું. નંદી મહોત્સવ ભૂપતી રાઉલજીશ્રી માલદેવજીએ કર્યો, તથા ગચ્છવડીલેએ શ્રીજીનચંદ્રસુરીજી નામ સ્થાપ્યું. તે રાત્રીએ પૂર્વે દેવ થએલ પુજ્ય શ્રીજીનમાણક્યસુરી સાધુરૂપે પ્રગટ થઈ શ્રીજીનચંદ્રસુરીજીને સમવસરણ પ્રકરણ તથા સુરીમંત્રના પાના આમ્રાય સહીત અર્પણ કરી ગયા. આચાર્ય જીનચંદ્રસુરીજી પૂર્ણ પણે ચારીત્રમાં કુશલ હતા, અને વળી ગુરૂદેવના દર્શનથી વિશેષ સંવિમ મન , તેમજ ગચ્છમાં શિથીલતા વ્યાપેલી તે દુર કરવા સારૂ કીદ્ધાર કર્યો, અવિચ્છિન્ન વિહારી સુવિહિત આચારી થયા. તે સમયે બીકાનેર મધ્યે મંત્રી સંગ્રામસીંહના પુત્ર મંત્રી કર્મચંદે આચાર્યશ્રીનચંદ્રસુરીજીએ કીદ્ધાર કર્યો સાંભળી સંધ તરફથી તથા રાજ્ય તરફથી બીકાનેર પધારવા વિનંતી મેલી, ગુરૂ મહારાજે વિશેષ લાભ જાણિ વિનંતી સ્વીકારી. સર્વ સાધુ સમુદાય સહીત બીકાનેર પધાર્યા, તે સમયે સંધ તથા મંત્રી તરફથી સામૈયું કરી શહેરમાં લાવ્યા. તે વખતે સર્વ ઉપાશ્રયો સીથીલ યતીયોથી રંધાયેલા હોવાથી આચાર્યશ્રીએ
અનાશ્રય જાણ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com