SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક હોય તો વાંધો ન આવે પણ અહિ તેમ બનવું શક્ય નથી માટે પ્રથમ પ્રમાણે જ તેમના કેટલાક વાકયો ટાંકીને જવાબો અપાશે. સહુ પ્રથમ તેઓ ૫-૩૫ પર લખે છે કે, “નિત્ય જ્ઞાન વિલેપન પ્રથમ સર્વોપચાર પૂજામાં થતુ તેમ જે મૂલનાયક અથવા અમુક પ્રતિમા પૂરતાં જ રહયાં હોય તો નવી સમસ્યાઓ ઊભી ન થાત” પૂ૩૫. આવું લખાણ કરે છે તે પણ એક માયામૃષાવાદ છે કારણ કે તેમણે તે જાલોરના કોઈપણ પ્રતિમાને નિત્ય નાન વિલેપન પુજા કરવાનો નિષેધ કર્યો છે એટલે એમની તો નિત્ય સ્નાનવિલેપન પૂજા ઉપર શ્રદ્ધા જ રહી નથી એમ લાગે છે. પણ સમાજને અંધારામાં નાખવા માટે જ તેમણે મૂલનાયક અથવા અમુક પ્રતિમા પૂરતી જ આવી શબ્દોની ગોઠવણ કરી છે. “શક્તિસંપન્ન શ્રાવકોએ હમેશા પૂજા કરવી જોઈએ.’ આવાં વિધાન વાક્યોએ જ જૈન સંધને જિનેશ્વર ભગવતની પૂનમાં તલ્લીન બનાવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિજી મ. ફરમાવે છે કે – 'न य अनो उवओगो एएसिं सियाणं लट्ठयरो' આની ટીકા કરતાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વર જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy