________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિથિ
આ પાઠ અમે આગળ આપ્યો જ છે. અહીં તો તેમણે પોતે જ પોતાની પુસ્તિકામાં - ૧૩ સવોપચાર પૂજાનું સ્વરૂપ બતાવતાં ટાંકેલ શ્લોકની વિચારણા કરવાની છે. એ શ્લોક ટાંક્યા બાદ તેઓ જણાવે છે કે પૂર્વાચાર્યોના કથોનું પ્રમાણ આપવું વિશેષ ઉપયોગી જણાશે
सबोवयारजुत्ता हाणच्चणनट्टगीयमाइहि । पव्वाइएसु कीरइ निच्चं वा इडिढमतेहिं । घय दुध्ध दहिय गंधोदयाइण्हाणं पभावणा जणगं । सा गाय वाइययाइ संयोगे कुणइ पव्वेसु ।।
સર્વ ઉપચાર વડે પ્રકાર વડે યુક્ત સ્નાન અર્ચન નાટય ગીત આદિ વડે પર્યાદિમાં કરાય છે અથવા શ્રીમતો વડે હમેશા
કરાય છે.
ઘી, દૂધ, દહીં અને ગંધોદકાદિવાળું નાન પ્રભાવનાને ઉત્પન્ન કરનારું છે ગીત વાજિંત્ર આદિનો યોગ હોતે જીતે પર્વેમાં કરાય છે.
આમ તેઓ આ લોકના કતાં શાંતિ . મને પ્રામાણિક માની રહયા હોય તેવો ભાસ ઊભો કરે છે પણ તેમની વિચિત્ર મનોદશા જોવા જેવી છે. તેમને જે તુક્કો ઉઠે તેના કરતાં વધારે યા ઓછું નિરૂપણ કોઈપણ પૂર્વાચાર્ય કરતા હોય એટલે તરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com