________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિરિક
૪૩
ફલ ઉપર દૃuતાદિ વિરતારપૂર્વક વર્ણન (ચંદ્રપ્રભ મહત્તરજીના ચંદ્રકેવળી ચરિત્રમાં) છે પણ કોઈ પ્રાચીન ગ્રંથમાં પ્રક્ષાલન, જલાભિષેક કે ચદનાદિ વિલેપન પૂજાનું સૂચન યાત્ર મળતુ નથી” પૃ. ૧૫
તેમની આ ભ્રાંતિને નિવારવા માટે અમે સૌથી પહેલાં તેમણે ખૂદ જ ખૂબ જ મહત્વપૂર્વક ટાંકેલા ચંદ્રપ્રભમહત્તરનાં જ તેમને અભિમત ગ્રંથથી તેમની વાત કેવી ખોટી છે તે બતાવીએ છીએ.
ચંદ્રપ્રભમહત્તર ગધપૂજાના પ્રારંભમાં સ્નાનપૂજા જોઈએ જ આમ સ્પષ્ટ જણાવે છે જુઓ :
‘પડુ પડુહ સબ કાહલરવેણું કાઉણુ મજણ વિહિણ ગધેહિ કુણઈ પૂય હરિસિઅ હિયયા જિર્ણિ દાણું (ગંધ પૂજા વિષયે જયસુરનૃપ થા ગા. ૪૮) પછી તે જિનેંદ્રોને અભિષેક કરીને પડું ઢોલ, શંખ, કાહલ વિ વાંજિત્રના અવાજ સાથે હર્ષિત હૃદયવાળો વિધિ પૂર્વક ગંધવડે પૂજા કરે છે.
આમ આ ગ્રંથથી ગધ પૂજા પહેલાં પણ સ્નાન પૂજા હોવી જોઈએ. એ જ સિદ્ધ થયું અને જ્ઞાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com