________________
આવ્યા કે બ હદ પ્રકરણે કાલકમે લુપ્ત થઈ ગયાં. આમ એક સુંદર પરંપરા દ્વારા પણ ચાલી આવતી જ્ઞાન શ્રખલા તૂટી ગઈ પણ એ તે નિશ્ચિત જ છે કે તે લધુ પ્રકરણો પણ શાસ્ત્રની સીધી પરપરા પામીને જ બનેલા છેઆ લધુ પ્રકરણમાં આપણને અત્યારે ચાલતાં વિધે વિધાને (તર્ક નિરૂપણો) વિગેરે અતિ સંક્ષિપ્તરૂપે યા આ સૂચન રૂપે જ મળે છે. પણ તેથી એમ ન સમજી લેવું કે લઘુ પ્રકરણમાં પ્રતિબિંબિત થતું વિધિવિધાનનુ રૂપ અવિકસિત છે. અને તે પછીના કાળમાંજ તેનો વિકાસ સધાય છે વિસ્તૃત ગ્રંથના સક્ષેપ અને પુનઃ તે સંક્ષિપ્ત ગ્ર ને વિસ્તાર આ તે સાહિત્યના આલમમાં ચાલ્યા જ કરે છે. રૂચિ પ્રમાણે કેઈ સંક્ષેપમાંથી વિસ્તાર કરે છે તે કોઈ વિસ્તૃત ગ્રંથને સંક્ષેપ કરે છે.
વર્તમાનમાં મળતાં પીસ્તાલીશ આગમશે અને વિવિધ પ્રાચીન પ્રકરણોમાં બધાજ પ્રકારની સમાચારી, વિધિવિધાન, વતના વિસ્તાર અને અનેકાંતવાદ કે દર્શનવાદોને શાબ્દિક વિસ્તાર ન મળે એ સહજ છે તે પણ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે પૂર્વાચાર્ય મહર્ષિઓને અમુક શાસ્ત્રને સૂત્રરૂપે વિચ્છેદ થવા છતાં ય તેને અર્થ-સંપ્રદાય તે મળેલે છે અને તેજ પ્રકરણ આદિરૂપે રચી આપણી સમક્ષ મૂક્યું છે. તેથી પૂર્વાચાર્યને ગ્રંથને પિતાની કલ્પના મુજબ ઘડી કાઢેલા કહેવાયજ નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com