________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા
૧૧૩
અને પર્યકાસનસ્થ ભગવાનથી સિધાવસ્થા. આ પ્રમાણે પરિકર રહિત ભગવાનની મૂર્તિ હોય ત્યાં પણ ત્રણ અવસ્થાઓ ધ્યાઈ શકાય છે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ તો ત્રણ અવસ્થાઓ ભાવવાનું પરિકરવાની મૂર્તિ આશ્રિત જણાવ્યું છે તેથી તેઓશ્રીએ પરિકરમાં ત્રણ અવસ્થાઓ સૂચવી છે.
વળી તેઓ આગળ શ્રમણ અવસ્થાસૂચક નિકેશ મસ્તક ૨હયાં તેમાં મસ્તક તો સદાય પ્રકટથી ઢાંક્યું જ હોય અને મુખપણ કુંડલાદિકે અલંકૃત એટલે શ્રમણભાવ તો નહિં પણ રાજ્યગાદીએ બેઠેલી કોઈ યુવતિરાણીની ભાવના તો જરૂર કરાવે-પૃ. ૫૦, ૫ ૧૭
આ પ્રમાણે લખવું તે બરાબર નથી. કારણ કે મુકુટ વગર પણ અમુક કાળ નિકેશ મસ્તક દ્વારા શ્રમણ અવસ્થા થાઈ શકાય છે. કેમ કે સર્વદા મુકુટથી અલંકૃત ભગવાન હોતાં નથી. તેવી જ રીતે કુંડલ પણ સર્વકાળ હોવાથી શમણાવસ્થા ભાવવામાં વાંધો આવતો નથી. જે કાળમાં કુંડલ અને મુકુટ હોય તે કાળમાં તેમની રાજ્યવસ્થા ધ્યાઈ શકાય છે. વધારે તેમના હૃદયની કુટિલતા તો તેમણે ભગવાનને આભૂષણે દ્વારા યુવતિ-રાણી જેવા અશ્લીલ શબ્દોથી નવાજયાં તેનાથી સમજી શકાય તેમ છે. શું આભૂષણોથી રાજાની ઉપમા આપવામાં કઈ વાંધો હતે? કે યુવતિ રાણીની ઉપમા આપવા તૈયાર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com