________________
પ્રસ્તાવના
“શ્રી જિન પ્રતિમા પૂજન સ્વરૂપ” નામનો લેખ ચાલુ વર્ષ (૧૯૯૪) માં ચૈત્ર વૈશાખ માસમાં “વીરશાસન ” પત્રના અંકમાં શાસન પ્રભાવક અજોડ વ્યાખ્યાન આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્ય મેહનસૂરીશ્વરના પટ્ટધર અનુચોગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણધર તરફથી લખાઈને પ્રસિદ્ધ થયેલ હતું. આ લેખ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય એવી ઘણું ભવ્યજીવોની આગ્રહ ભરેલી માંગણી મુંબઈ શહેરમાં થવાથી આજે એને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આથી ઘણા ભવ્યાત્માઓ શ્રીજિનમંદિરમાં અજાણપણે આશાતના કરતાં બચી જશે અને તેની સાથે શુભ કર્મને બંધ પડશે એવી આશા રાખવામાં આવે છે. આ નેહાના પુસ્તકની પ્રસ્તાવના લખવાને હેતુ પ્રસિદ્ધિનું કારણ જણાવવા પુર છે.
લી. પ્રકાશક ડાહ્યાભાઈ મહેકમલાલ
પાંજરાપોળ અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com