________________
ક્રિયાઓ તે નાના ગામડાં વિગેરેમાં દહેરાસરને જ ઘરરૂપ માની બેસનારા સ્ત્રીઓ અને પુરૂષો દહેરાસરની પાસેના વસવાટથી અનેક પ્રકારની કરે છે. દહેરાસરમાં અનાજ સુકવે છે, લુગડાં ધુએ છે, લુગડાં સુકવે છે, માથાં ઓળે છે. પુરૂષ નામાં માંડે છે, હિસાબ કરે છે, વાંધાઓ પતાવે છે, પંચાત કરે છે, ઈત્યાદિ અનેક પ્રકારની આશાતનાઓ કરે છે. શ્રી જિનમંદિર સંબંધી જે ૮૪ આશાતનાઓ કહેવામાં આવેલી છે, તેમાં અનુચિત્ત વૃત્તિના પેટામાં સમાય એવીજ ઘણી આશાતનાઓ છે. સમજી સ્ત્રી-પુરૂષ તે પ્રાયઃ આ આશાતના ઓછી કરે છે, તેમજ મોટા શહેરમાં પણ આવી આશાતમાં થોડી થાય છે, પરંતુ નાના ગામડાંઓમાં તે ઘણે ઠેકાણે થતી જોવામાં આવે છે. તેનું નિવારણ કરવામાં બનતા પ્રયત્ન કરવાની જરૂર છે, ઉત્તમ પુરૂષાનું કામ પોતે આશાતના ન કરવી અને બીજા પાસે ન કરાવવી તે છે. આગેવાને ધારે તે આ જાતિની આશાત ન ન થાય તેવા બંદોબસ્ત કરી શકે છે. અનુચિત્તવૃત્તિની અંદર ઉપર કહેલી અવજ્ઞા આશાતના અનાદર આશાતના, ભાગ આશાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com