________________
પ્રભુભકિતને અવર્ણનીય રસાસ્વાદ
એમજ પરમાત્માની ભક્તિરંગને રસાસ્વાદ પણ એટલે બધે અદ્ભુત છે તે માત્ર સ્વયં અનુભવગ છે શબ્દથી વર્ણન સાંભળી એ આસ્વાદને ખ્યાલ કરી શકાય તેમ નથી. તે અનુભવની આગળ સંસારના દિવ્ય સુખના વાદનો અનુભવ કાંઈ જ વિસાતમાં નથી. એક બાજુ વર્ગના અતિશય આકર્ષણ હોવા છતાં ય ઇન્દ્ર જયારે પ્રભુભકિતમાં મસ્ત બને છે, ત્યારે અનુપમ રંગને અનુભવ કરી શકે છે, તે પછી સામાન્ય સુખના આકર્ષણવાળા માનવને તે અનુભવ કરવો કેમ જ કઠીન બને ? વિચારવા લાયક વાત તો એ છે કે મહાદિવ્યસુખમાં મહાલતા દેવ તથા દેવેન્ટને અદ્ભુત રંગ દિવ્યનાટક જોવામાં આવે કે પ્રભુભકિતમાં દિવ્યદેહલતાને ધારણ કરનારી યુવાન ઈન્દ્રાણીઓની સાથે પ્રેમવિલાસમાં આવે કે જિનની ભકિતમાં? અપૂર્વરંગ રત્નોથી ઝગમગતા વિમાન તથા દે સેવક વિગેરેમાં આવે કે પરમાત્માની ભકિતમાં ? સંભવિત શું છે ?
ઇન્દ્રને પણ સ્વર્ગીય સુખથી અધિક
પ્રભુભકિતમાં આનંદ
છતાં ખરેખર આ સત્ય હકીકત છે કે મેરપર્વત ઉપર પ્રભુને જન્માભિષેક ઉજવતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે
હે ત્રિભુવનપતિ! આપની ભકિતથી જે આનંદને અનુભવ હું કરું છું, તે આનંદ સ્વર્ગની આટલી બધી સામગ્રીમાં પણ આવી શકતા નથી.” ઇને પ્રભુભકિતના રંગને આસ્વાદ જ્યારે આવો અપૂર્વ આવે છે, ત્યારે તેનું રહસ્ય શું છે તે બદલ તેનું કારણ તપાસવું જોઈએ. તેની પાછળ શું એવું અદભુત કારણ કાર્ય કરી રહ્યું છે તે વિચારવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com