________________
(૫૧)
વાર લાવેલા રેજના ઉપયોગમાં મુલાયમ, અખંડ અને સફેદ તે હવાજ જોઈએ. કાણું પડી ગયેલા. મલિન જેવા, ખરબચડા અને જાડા બનેલા અંગલુહણા પ્રભુજીના અંગે લગાડવાથી તીર્થંકરદેવની આશાતનાનું પાપ લાગે છે. તે અંગલુણ પ્રભુની મૂર્તિ ઉપરજ લાગવો જોઈએ, નહિ કે એનાથી થર્ડ પબાસણ સાફ થાય. પ્રભુના અંગે વાપરવાના છે ત્યાં સુધી પાટથા તરીકે તે નજ વાપરી શકાય. વિચારો! માસિક કે વાર્ષિક મોટા ખરચા કુટુંબની પાછળ ઉપાડે, તુછાવલાસેની પાછળ પસાનું પાણું કરે, તેને જિનભક્તિની પાછળ માસિક કે વાર્ષિક ખર્ચ કેટલે? કુટુંબની પાછળ કરાતા ખર્ચની અપેક્ષાએ કેટલામા ભાગે? સંસારને ગમે તેટલે ખુશ કરવામાં આવશે છતાં અંતે તે તે સૈરવ દુઃખના ભયંકર ચાબકાજ મારવાનું છે, એ બરાબર યાદ રહે.
" પ્રભુજીનું પવિત્ર અંગે પવિત્ર વસ્ત્રથી લુછયા બાદ ઉત્તમ ચંદ્ધન વિગેરે સુગ ધીદાર દ્રવ્યોથી ઈન્દ્ર પ્રભુજીના અંગનું પૂજન કરે છે. ઉપરાંત છટકાવ કરે છે. વિલેપન કરવા માટેના દ્રવ્યો, જેવાં કે મઘમઘતું કેસર, બરાસ, કસ્તુરી, અતર વિગેરે, એ સુંદર, કિંમતી અને સુગંધથી મધમઘતા જોઈએ. ફીકા અને હલકા દ્રવ્યોથી પ્રભુનું બહુમાન તથા યોગ્ય ભક્તિ થઈ શકતી નથી. ઘેર આવેલા જમાઈરાજના સન્માન અને સત્કાર મામુલી દ્રવ્યથી કરાતા નથી, પણ મૂલ્યવાન ચીજોથી કરાય છે. ત્યારે શું જમાઈરાજ જેવાની અપેક્ષાએ પણ શ્રી જિનરાજની કિંમત કાંઈ નહિ? સમજવું જોઈએ કે પ્રભુનું મૂલ્યાંકન કરી શકાય એમ નથી. કેવળજ્ઞાની મહર્ષિ પણ અરિહંતપ્રભુના ગુણ અને મહત્વને પૂરા વર્ણવી શકે નહિ! - કેશરના ચાંલ્લા પણ પહેલાં બરાસનું વિલેપન કરી ને બરાસ ઉપર કરવા જોઈએ. એકલા ગરમ કેસરને લીધે જતે દિવસે પ્રતિમાજી ઉપર ડાઘ પડી જાય છે. તેથી ચાંલ્લા વ્યવસ્થિત, ગેળમટોળ, નાજુક અને દેખાવડા કરવા જોઈએ. આપણું કપાળમાં કરેલ તિલક જ્યારે માપસર અને રમણીય હોય, તે પરમાત્માના અંગે કરેલા તિલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com