________________
(૪૦)
અભિષેક કરવા માટે વિવિધ પ્રકારના કલશ તથા જળ ઓષધિઓ લાવવા અચ્યતેન્દ્રનું ફરમાન –
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીથઔષધિ. ધૂપ વળી બહુ ભાતિના અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સવે,
ખીર જલધિ ગંગા નીર લાવે, ઝટિતિ જિનમહેસે . ચાર દિશામાં સ્ફટિકની શિલા શિલા પર સિંહાસન, તેના પર સૌધર્મેન્દ્રનું પ્રભુજીને ખોળામાં લઈને બેસવું. બીજા ત્રેસઠ ઇન્ડોનું અભિષેક કરવાની આતુરતા સાથે નમ્ર મસ્તકે હાથ જોડી ઉભા રહેવું, વિગેરેનું મનોરમ ચિત્ર જિનમંદિરમાં પરમાત્માના અભિષેક વખતે આંખ સામે ખડું કરવું જોઈએ તે દશ્યને યાદ કરવાથી પ્રભુની ભકિતમાં થતી બેદરકારી, હૃદયની શુષ્કતા, ટુંકી પતાવટ, કૃપણુતા વિગેરે ત્રુટિઓ નાબુદ થઈ જાય છે, અને વિધિ બહુમાનની સાવધાની, હથાનું ભકિતરસમાં તરબલપણું, ઉચિત સમયને ભગ, દ્રવ્યોની ઉદારતા વિગેરે સદ્ગણો પ્રગટ રહે છે.
પ્રભુજીને અભિષેક કરવા માટે ઇન્ડો-આઠ પ્રકારના કિંમતી કળશે તૈયાર કરાવે છે. સોનાના, રૂપાના, રત્નના, સોનારૂપાના, સોનારત્નના રૂપારત્નના, સોનારૂપારત્નના, અને સુંગધીદાર માટીના એમ આઠ પ્રકારના કળશો હોય છે એકેક કળશ ૨૫ જજન ઉંચે, ૧ર જોજન પહોળો અને એક જોજન નાળચાવાળા. આઠ પ્રકારના કળશમાં એકેકના આઠ હજાર થયા, એમ આ* જાતિના ૬૪૦૦૦ કળશ થયા. ઉપરાંત રત્ન કરંડક, દર્પણ, પુષ્પ કરંડક, ચંગેરી, ધુપધાણા, વિગેરે પુજાના ઉપકરણ તૈયાર કરાવે છે પછી અશ્રુતેન્દ્ર માગધતીર્થ વિગેરે તીર્થના પાણી અને માટી, ક્ષીરસમુદ્ર ગંગાનદી વગેરેના પાણી, પદ્મદ્રહ વગેરેના પાણી અને કમળ, વૈતાઢ્ય પવર્ત
* કળશે દરેક જાતના, દર્પણ, ચંગેરી વગેરે દરેક વસ્તુઓ ૧૦૦૮૧૦૦૮ હેાય છે. (સુબોધિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com